કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ‘ડ્રોપઆઉટ’ 105 દીકરીઓનો શાળા-આઈ.ટી.આઈ.માં પુન:પ્રવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતની ‘નવી દિશા.. દીકરી આગળ વધો’ પહેલ અંતર્ગત આજે રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જિલ્લાની ‘ડ્રોપઆઉટ’ 105 દીકરીઓનો શાળા-આઈટીઆઈ.માં પુન:પ્રવેશ કરાવવામાં આવ્યો છે.જેમાં 85 દીકરીઓનો ધો.7થી 12માં પુન:પ્રવેશ જ્યારે 20 દીકરીઓનું તેમની રૂચી મુજબ, આઈ.ટી.આઈ.માં વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન કરાવાયું છે. જેના પગલે આ દીકરીઓમાં ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં આગળ વધવાની નવી આશાનો સૂર્યોદય થયો છે અને તેમને ‘જીવનમાં આગળ વધવાની નવી દિશા’ મળી છે.
જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના દિશાનિર્દેશ મુજબ,રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ‘ડ્રોપ આઉટ’ દીકરીઓના પુન: અભ્યાસ માટે ‘નવી પહેલ’ અંતર્ગત ‘નવી દિશા… દીકરી આગળ વધો’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.