ભારતમાં બનેલી કફ સિરપનો નિકાસ કર્યાં પહેલાં તેમનું સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવશે. સર્ટિફિકેટ મળ્યાં બાદ જ તેનાં એક્સપોર્ટ અંગે મંજૂરી આપવામાં આવશે.
ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાથી ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મોતની ફરિયાગ છેલ્લાં થોડા મહિનાઓથી આવી રહી હતી. આ મામલા અંગે હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. હવેથી ભારતમાં બનેલી કફ સિરપનું એક્સપોર્ટ કરાયા પહેલાં તેમનું સરકારી લેબ્ઝમાં પરીક્ષણ કરવામાં આવશે. જો સિરપ યોગ્ય હશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે જેના આધારે એક્સપોર્ટને મંજૂરી આપવામાં વશે. આ નિયમ 1 જૂનથી લાગૂ થવા જઈ રહ્યો છે.
- Advertisement -
ટેસ્ટિંગ બાદ એક સર્ટિફિકેટ ફાળવવામાં આવશે
ફરિયાદો બાદ આ મુદે સરકાર એક નીતિ બનાવવા પર વિચાર કરી હતી અને જેની અંતર્ગત આ નિયમ બનાવવામાં આવ્યો છે. WHOએ પણ ભારતમાં બની કફ સિરપની ગુણવત્તાં પર સવાલો ઊઠાવ્યાં હતાં. વિદેશી વેપારના મહાનિર્દેશકે જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી જેમાં તેમણે કહ્યું કે,’ કફ સિરપને ત્યારે જ મંજૂરી આપવામાં આવે જ્યારે તેની ટેસ્ટિંગ સરકારી લેબમાં થઈ ગઈ હોય. ટેસ્ટિંગ બાદ એક સર્ટિફિકેટ ફાળવવામાં આવશે. આ નિયમ 1 જૂન, 2023થી લાગૂ કરવામાં આવશે.’
કઈ-કઈ સરકારી લેબમાં થશે ટેસ્ટિંગ?
કફ સિરપની ટેસ્ટિંગ કેન્દ્ર સરકારની લેબ્ઝમાં કરવામં આવશે. જેમાં ચંદીગઢ, ચેન્નઈ, હૈદ્રાબાદ, મુંબઈ, ગુવાહટીમાં સ્થિત લેબ શામેલ છે. થોડા સમય પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતની એક કંપની દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપને લઈને કહ્યું હતું કે તેમાં ઉપયોગથી એથલિન ગ્લાઈકોલ અને ડાઈથિલિન ગ્લાઈકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના કારનાં બ્રેક ફ્લુઈડમાં લગાવવામાં આવે છે. WHOએ કહ્યું કે તેના લીધે આ કફ સિરપ જીવલેણ હોઈ શકે છે.