12 રાજ્યોમાં સતત કેસમાં થઈ રહેલો વધારો ચિંતાજનક, કોરોના નિયમોનું પાલન જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશમાં દરરોજ આવતા કુલ નવ કેસમાં ઘટાડાનો દોર છેલ્લા ઘણા સમયથી શરૂ થયો હતો પરંતુ પાછલા એક માસથી અલગ-અલગ રાજ્યોમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને સાત દિવસમાં દેશમાં સાપ્તાહિક નવા કેસમાં વધારો ડબલ થઇ ગયો છે. સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મૂજબ 12 રાજ્યોમાં પરિસ્થિતિ બગડી રહી છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે.
પાછલા સાત દિવસમાં સાપ્તાહિક નવા કેસમાં દર ખૂબ જ વધી ગયો છે માટે ચિંતા ફેલાઇ છે અને તમામ રાજ્યોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. છેલ્લા અગિયાર સપ્તાહમાં દેશમાં દરરોજ કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ નવેસરથી કેટલાક નવા વેરિએન્ટ ને પગલે પરિસ્થિતિ વધુ બગડી રહી છે અને દરરોજ હરિયાણા ઉત્તરપ્રદેશ દિલ્હી સહિતના રાજ્યોમાં નવા કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં પણ દર્દીઓ આવી રહ્યા છે જોકે મોટાભાગના દર્દીઓ ની ઘરે સારવાર કરવામાં આવી રહી છે આમ છતાં કોરોનાવાયરસ ના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી બની ગયું છે તેમ આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું છે.
હજુ પણ લગભગ મોટાભાગના રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો ભીડ એકત્ર કરી રહ્યા છે અને કોરોનાવાયરસ ના નિયમોનું પાલન ક્યાંય પણ સારી રીતે દેખાતું નથી પરિણામે કેટલાંક રાજ્યોમાં પરિસ્થિતિ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે અને કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સુચના આપી છે.