યુગ મુજબ સત્યો બદલાતાં રહે છે. લગ્ન બદલાયાં, લગ્નજીવન બદલાયું પરંતુ લગ્નની સપ્તપદી હજુ એની એ જ છે. સપ્તપદીનાં આ સાત વચનો ઝાઝુંબધું અપડેશન માંગે છે. જમાના મુજબ ફેરફાર કરીને આપણે એક નવી સપ્તપદી બનાવી છે જે નવા જમાનાને અનુરૂપ છે.
સાત ફેરા ના સાત વચન નું મહાત્મ
આ વચનમાં કન્યા વર પાસેથી વચન માંગે છે કે તે કોઈ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી તીર્થયાત્રા કરે તેમાં તેને સાથે રાખે. આવા કાર્યોમાં તે તેના વામાંગમાં આવવાનું સ્વીકાર કરે છે.
આ વચનમાં કન્યા વરને વચન આપે છે કે, તે દર બે-ચાર મહિને ફરવા જવા માટે જીદ્દ નહીં કરે. દરેક વખતે પર્યટનમાં- પ્રવાસમાં સાથે જવાની હઠ પણ નહીં કરે. વર્ષે-બે વર્ષે એકાદ વખત પતિને તેનાં મિત્રો- નાનપણનાં દોસ્તો સાથે પણ ફરવા જવાની છૂટ આપશે અને આવા ‘જેન્ટ્સ ઑન્લી’ પ્રવાસની વાત થતી હોય ત્યારે રીસાઈ નહીં જાય, થોબડાં નહીં ચડાવે. પત્નીનું સ્થાન જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ દોસ્તોનું પણ એક વિશિષ્ટ સ્થાન હોય છે- એ વાત એ ભૂલશે નહીં. વર અને ક્ધયાએ એ વચન પણ આપવાનું છે કે, જીવનમાં માત્ર ધાર્મિક કાર્યોમાં એ ડૂબેલાં નહીં રહે. જીવનનું ફલક અફાટ છે અને તેમાં ધાર્મિકતા ઉપરાંત પણ બીજાં અનેક રસ છે.
બીજા વચનમાં વધુ વરને કહે છે કે તે તેના માતાપિતાનું
પણ પોતાના માતાપિતા જેટલું જ સન્માન કરે.
વરને તો કન્યાના માતા-પિતાનું સન્માન કરવાનું જ છે, ક્ધયાએ પણ વરનાં માતા-પિતાનો પૂર્ણત: આદર કરવાનો છે. ક્ધયાએ દરેક વાતમાં પોતાનાં પિયરની ઊંચી-ઊંચી કરવાની કે શેખી મારવાની જરૂર નથી. ‘અમારે પિયરમાં તો આવું હોય, તેવું હોય… અમે તો એવી રીતે રહ્યાં છીએ કે…’ આવી બધી આપવડાઈ અને આત્મશ્ર્લાધાનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ત્યારે ઘરમાં ધૂળેટી જેવું ન રહે, માત્ર હોળી જ સળગે. આવી વાતો ઝઘડાનું મૂળ હોય છે. ઓલમોસ્ટ બધી ક્ધયાને પિયરનું એક પ્રકારનું આવું વળગણ હોય છે- એ છૂટે તો સંસાર સ્મૂધલી ચાલે. બીજી તરફ વરએ પણ ખ્યાલ રાખવાનો છે કે, વધૂને પિયર બાબતે વાતે-વાતે મ્હેણાંટોણાં ન મારે. અમુક પુરૂષોને એવી આદત હોય છે કે, વધૂનાં પિયર પક્ષને સતત ઉતારી પાડતાં હોય છે. દરેક પરિવારમાં પ્લસ-માઈનસ હોવાનાં- તેની અવગણના કરશો તો તમારું જીવન તણાવમુક્ત રહેશે. શક્ય છે કે વધૂનાં સાસરિયાં ખોચરા હોય, એ પણ પોસિબલ છે કે, વરનાં સાસરિયાં નગૂણા હોય. પણ તેનાંથી તમારે શું? વર-વધૂએ એકમેકને એ વચન આપવાનું છે કે, સગા-સંબંધીઓને કારણે તેઓ ક્યારેય ઝઘડો કરશે નહીં અને પોતાનો સંસાર
- Advertisement -
આ વચનમાં કન્યા કહે છે કે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.
માત્ર કન્યાએજ નહીં, વરએ પણ ત્રણેય અવસ્થામાં વધૂનો સાથ નિભાવવાનું વચન આપવાનું છે. અને સાથ નિભાવવો એટલે શું? જીવનની દરેક દુ:ખદ પળો પોતે ગળી જવી અને પ્રત્યેક સુખદ ક્ષણો મનભરીને માણી લેવી. દરેક પળની ઉજાણી કરવી. લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો એકદમ રોમેન્ટિક હોય છે. તેનો આનંદ નોખો છે, તો સંતાન થયા પછીનાં વર્ષોમાં આનંદ, સુખ, જવાબદારી, નાની-મોટી સમસ્યાઓનું કોમ્બિનેશન… આ બધું પણ એક પ્રકારની કિક આપે છે. ઘડપણમાં પછી એવો અફસોસ ન થવો જોઈએ કે, ‘કેવાં મધુર દિવસો હતાં! પણ, આપણે માણી શક્યા નહીં!’ અને આ બધાં દિવસો મન ભરીને વાગોળવા એટલે વૃદ્ધાવસ્થા. વચન આપો એકમેકને કે ચહેરા પર ભલે કરચલી પડી, મનમાં પડવા દેશું નહીં. વાળ સફેદ થઈ જશે, દાંતની જગ્યાએ ચોકઠું આવી જશે ત્યારે પણ એકમેકને ગમતાં રહેશો. માત્ર એકબીજાની જરૂરિયાત બનીને નહીં, એકમેકનાં પૂરક બનીને એ વર્ષો પસાર કરશો.
કન્યા ભવિષ્યની તમામ જવાબદારીઓ અને જરૂરીયાતોને વર પર મુકે છે.
વર અને વધૂએ એકમેકને વચન આપવાનું છે કે, ભવિષ્યની તમામ જવાબદારીઓનું વહન સહિયારું કરશે. આર્થિક જવાબદારીઓ બેશક વર ઉઠાવે પરંતુ ઘર સાચવવાની જવાબદારી વધૂની રહેશે. બાળકોની જવાબદારી સહિયારી રહેશે. વધૂ ક્યારેય વર સમકક્ષ બનવાનો પ્રયત્ન નહીં કરે અને વર ક્યારેય વધૂને પોતાનાંથી ઉતરતી સમજવાની ભૂલ નહીં કરે. હોમ મેકરનું મહત્ત્વ પણ ઓછું નથી અને કુટુંબ માટે કમાણી કરી લાવનાર પુરૂષનું પણ ઓછું નથી. પરિવારમાં સૌનું સ્થાન અલગ-અલગ હોય છે. સમોવડી-સમોવડાં બનવામાં જ આપણી પરિવારપ્રથાની પાળ પીટાઈ ગઈ છે. સૌ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે, કોઈએ અન્ય બનવાની જરૂર નથી
આ વચનનો અર્થ છે કે વર ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્નીનો મત લેશે.
આ વચન ગેરમાર્ગે દોરનારું છે. પત્નીને જો આર્થિક બાબતોની સમજ હોય તો વર તેનો અભિપ્રાય ચોક્કસ લેશે. પણ, વધૂને એ વિષયની સૂઝ ન હોય તો તેનાં અભિપ્રાયની આવશ્યકતા નથી. વર અહીં ક્ધયાને વચન આપે છે કે, આવકનાં પ્રમાણમાં એ મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ વગેરેમાં સલામત રોકાણ કરશે. બાળકોની અને પરિવારની સારી ઈન્સ્યોરન્સ પોલિસી લેશે અને ઈમરજન્સી માટેની રકમ હાથવગી રાખશે. ક્ધયાને એ વચન આપે છે કે, પછેડી મુજબ જ સોડ તાણશે. બિનજરૂરી લોન, ઈ.એમ.આઈ.નાં ચક્કરમાં નહીં પડે અને જીવનમાં સૌ પ્રથમ લક્ષ્ય આર્થિક સલામતીનું રાખશે.
- Advertisement -
વચનમાં કન્યા વરને કહે છે કે તે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે. આ ઉપરાંત તે વ્યસન અને બદીઓથી પણ દૂર રહેશે.
આ વચનમાં કન્યા વરને કહે છે કે, તે પોતાનાં વરનું અપમાન અન્ય સામે પણ નહીં કરે, ખાનગીમાં પણ નહીં કરે. અને વર પણ એવું નહીં કરે. બેઉએ એકબીજાને વચન આપવાનું છે કે, પરસ્પર એકબીજાને માન આપશે અને ભૂલો પ્રત્યે ખાનગીમાં ધ્યાન દોરશે. વર ક્યારેક શોખ પૂરતું ડ્રિન્સ લેતો હોય તો વધૂ કકળાટ નહીં કરે અને આવી પાર્ટીઓ જો વારંવાર થવા લાગે તો એ વરને સીધો કરશે.
છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તેનો પતિ પરસ્ત્રીને માતા સમાન
સમજશે. પતિ-પત્નીના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે
પતિએ પણ પરસ્ત્રી સાથે મીઠાં સંબંધો રાખવાનાં નથી અને પત્નીએ પણ પરપુરુષ સાથે મધુર સંબંધો રાખવાનાં નથી. હા! સ્ત્રી અને પુરૂષનાં પોતપોતાનાં જૂનાં મિત્રો હોઈ શકે છે- એ મિત્રો માટે કોઈએ એકમેક પર શંકા કરવાની જરૂર નથી.