ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નેત્રમ શાખાની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી જેતપુરના ધર્મેશ મકવાણા જૂનાગઢ જરૂરી કામ અર્થે આવેલ હોય અને જૂનાગઢથી જેતપુર જવા માટે ઇકો ગાડીમાં બેસેલ જેતપુર ઇકો ગાડીમાંથી ઉતરતી વખતે તેમના રૂ.21000ના બે મોબાઈલ ગાડીમાં ભુલાયેલ હતા તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી અને આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ઇકો ગાડીના ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછ પરછ કરતા બંને મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ કેહતા પોલીસ દ્રારા ઇકો ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ હતો નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ધર્મેશભાઇ મકવાણાના રૂ.21,000ની કિંમતના 2 મોબાઇલ ફોન રીકવર કરી ગણતરીની કલાકોમાં બંને મોબાઈલ મૂળ વ્યક્તિને પરત અપાવેલ આ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધર્મેશભાઇ મકવાણાએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢથી જેતપુર જતા બે મોબાઈલ ભુલાઇ જતા નેત્રમ શાખાએ શોધી પરત અપાવ્યા
