NEET PG 2025 પરીક્ષાનું સમયપત્રક: સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) ને 3 ઓગસ્ટ, 2025 ના રોજ NEET PG પરીક્ષા લેવા માટે સમયમર્યાદા વધારી દીધી છે, જે મૂળ નિર્ધારિત તારીખ 15 જૂન, 2025 થી આગળ વધી ગઈ છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં.
NEET-PG પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. પરીક્ષાની ફાઈનલ તારીખને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- Advertisement -
3 ઓગસ્ટે એક શિફ્ટમાં દેશભરમાં પરીક્ષા
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા NEET PG પરીક્ષા 3 ઓગસ્ટના રોજ યોજવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી કરી. કોર્ટે હવે 3 ઓગસ્ટની તારીખને મંજૂરી આપી છે. આ પરીક્ષા હવે દેશભરમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે જે સવારે 9:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કર્યા બાદ NBE દ્વારા બે શિફ્ટમાં પરીક્ષા લેવાના પ્રસ્તાવને મુલતવી રાખવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને આ લાભ મળશે
- Advertisement -
શું છે નીટ પીજી
નીટ પીજી મોટી મેડિકલ પરીક્ષા છે જે લોકો ડોક્ટર બનવા માગે છે તેમણે આ પરીક્ષા પાસ કરવી પડતી હોય છે. દેશભરની મેડિકલ કોલેજોમાં MD/MS/PG ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવવાને લઈને NEET PG 2025ની પરીક્ષા લેવામાં આવે છે.