‘કેદારનાથ’ના શૂટિંગ સમયે આખો સેટ ગાંજો ફૂંકતો હતોઃ રિયાનો દાવો
‘કેદારનાથ’ના શૂટિંગ સમયે સુશાંત તથા સારાનું વજન ગાંજો લેવાને કારણે વધ્યું હતું
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આ અઠવાડિયે સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાટા તથા રકુલ પ્રીત સિંહને નોટિસ મોકલશે. આ ચારેયની NCB પૂછપરછ કરશે. NCBનો દાવો છે કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ આ ચારેયનાં નામ લીધાં હતાં.
ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે, રિયા ચક્રવર્તીએ સિમોન, રકુલ તથા સારા અલી ખાનનાં નામ લીધાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના એક જિમમાં રકુલ, સારા તથા રિયા જતાં હતાં અને અહીં તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. NCBને અહીંથી જ લીડ મળી હતી અને તેમની પાસે નક્કર માહિતી છે. આ સાથે જ રિયાએ શ્રદ્ધા કપૂરનું પણ નામ લીધું હતું. માનવામાં આવે છે કે શ્રદ્ધાને પણ સમન મોકલવામાં આવશે.
- Advertisement -
શા માટે રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું?
નાર્કોટ્રિક્સ બ્યુરોને આપેલા નિવેદનમાં રિયાએ આઠ જૂનના રોજ તેનું ઘર કેમ છોડ્યું, એ અંગેની માહિતી પણ આપી હતી. NCBને આપેલા નિવેદનમાં રિયાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ-એડિક્ટ બની ગયો હતો અને આમાંથી બહાર આવી શકતો નહોતો. આવું કહીને રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું હતું. આ દરમિયાન લૉકડાઉન તથા સુશાંત પર લાગેલા MeTooના આક્ષેપોને ધ્યાનમાં લઈને રિયાએ વિચાર્યું કે જો સુશાંતની સાથે રહી તો તેની કરિયર પણ ખરાબ થઈ જશે, આથી જ તેણે સુશાંતને છોડવાનું નક્કી કર્યું.
‘કેદારનાથ’ બાદ સુશાંતે ડ્રગ્સની માત્રા વધારે લેવાનું શરૂ કર્યું
રિયાએ પોતાના સ્ટેટમેન્ટમાં સુશાંત તથા સારાની ડ્રગ્સ આદતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘કેદારનાથ’ ફિલ્મ બાદ સુશાંતની ડ્રગ્સ લેવાની માત્રા વધી ગઈ હતી. સુશાંત ‘કેદારનાથ’ પહેલાં જ ડ્રગ્સ લેતો હતો. એવું નથી કે ‘કેદારનાથ’ વખતે તેણે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું. પહેલાં તે બહુ જ લિમિટેડ માત્રામાં લેતો હતો. સુશાંત મુંબઈમાં આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેનું સર્કલ સુપર પાર્ટી કલ્ચરવાળું બન્યું હતું અને અહીં ડ્રગ્સનું ચલણ હતું, પરંતુ સુશાંત એડિક્ટેડ નહોતો.
સુશાંત ગાંજાનાં 10-20 ડોપ્સ લેતો હતો
રિયાના મતે, સુશાંત ક્યુરેટેડ ગાંજાનાં 10-20 ડોપ્સ લેતો હતો અને તે તેના પર નિર્ભર થઈ ચૂક્યો હતો. MeTooના આક્ષેપોને કારણે સુશાંતે વધુ માત્રામાં ડ્રગ્સ લેવાની શરૂઆત કરી અને લૉકડાઉનમાં તે ડ્રગ-એડિક્ટ બનતો જતો હતો.
- Advertisement -
હિમાલય પર વધારે માત્રામાં મળતું હોવાથી સુશાંતને લત લાગી
રિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘કેદારનાથ’ના શૂટિંગ સમયે સુશાંત હિમાલયમાં રહેતો હતો અને અહીં સરળતાથી ડ્રગ્સ મળતું હતું અને તેથી જ તેણે લેવાનું શરૂ કર્યું હતું. પૂરો સેટ ડ્રગ્સ લેતો હતો. એક મહત્ત્વની વાત એ છે કે જે પણ વ્યક્તિ ડ્રગ્સ લે છે, તેને ભૂખ વધારે લાગે છે, જેને કારણે તેનું વજન વધી જાય છે. કોકેનથી વજન ઘટે છે અને ગાંજાથી વજન વધે છે. રિયાના મતે સારા તથા સુશાંત બંનેનું વજન વધવા લાગ્યું હતું. જોકે તે લોકો એવી જગ્યાએ શૂટિંગ કરતાં હતાં, જ્યાં વજન વધારવું મુશ્કેલ હતું.
હાલમાં જ ડ્રગ પેડલર રાહિલ વિશ્રામને NCBએ પકડ્યો હતો અને હવે તેની ગેંગને શોધવામાં આવી રહી છે. હવે NCB મોટાં નામોને સમન મોકલીને પૂછપરછ કરશે અને બોલિવૂડના કનેક્શનનો ખુલાસો કરશે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. NCB આ કેસની તપાસ કરી રહી છે. ડ્રગ્સ અને બોલિવૂડ વચ્ચેના આ કનેક્શનમાં નવી કઈ માહિતી સામે આવશે એ જોવાનું રહ્યું.