સમુદ્રી લડાઈમાં જબરી પ્રહાર ક્ષમતા ધરાવતી એન્ટી સબમરીન ફ્રિગેટની કુલ ચાર શ્રેણી સામેલ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
પાકિસ્તાન સાથે વધી રહેલા યુદ્ધ તનાવ તથા હિન્દુ મહાસાગરથી છેક દક્ષિણ ચીન સમુદ્ર સુધી પણ ભવિષ્યમાં ભારતીય હિતોની જાળવણી વચ્ચે ભારતે નૌકાદળને વધુ સક્ષમ કરવા કરેલી તૈયારીઓ રશિયા પાસેથી એક અત્યંત આધુનિક ફ્રિગેટ મેળવશે. નૌકાદળ પાસે તે સાથે આ બીજી એડવાન્સ અને શક્તિશાળી યુદ્ધ જહાજ- સ્વરૂપમાં ફ્રિગેટ મળશે. જે ઘાતક શસ્ત્રો ઉપરાંત સમુદ્રી સુરંગો શોધવાની ક્ષમતા ધરાવે છે અને અન્ડરવોટર હુમલામાં પણ તેની ભૂમિકા મહત્વની હશે. તે દુશ્મન દેશોની સબમરીનને શોધી કાઢીને તેનો નાશ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.
ભારતીય નૌકાદળ અને ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના નિષ્ણાંતોએ આ ફ્રિગેટના ફાયર પાવર સહિતની ક્ષમતાઓ ચકાસી હતી અને તેને હવે દરિયાઈ-અન્ડરવોટર વોર માટે વધુ સજજ કરાશે.
3900 ટનની આ ફ્રિગેટને ટુંક સમયમાં જ ભારતને સુપ્રત કરાશે. જેને ‘આઈએનએસ તમાલ’ અને એક માસમાંજ તે ભારત પહોંચી જશે. ભારતે 2017માં રશિયા સાથે ચાર અપગ્રેડેડ આધુનિક વર્ગની ફ્રિગેટ પુરી પાડવા કરાર કર્યા હતા.જેમાં પ્રથમ બેની ડિલીવરી હવે પુરી થશે જેના માટે રૂા.8000 કરોડનો ખર્ચ થયો છે અને હજુ બે આઈએનએસ ત્રિપુટ અને આઈએનએસ તપસ્યા હાલ ગોવા શિપયાર્ડમાં તૈયાર થઈ રહી છે. જેની ટેકનોલોજી રશિયા એ પુરી પાડી છે.
- Advertisement -
ભારતની પ્રથમ ફ્રિગેટ જે આઈએનએસ ‘ત્રિશુલ’ છે તે ગત ફેબ્રુઆરી માસમાં ભારતને સુપ્રત કરવામાં આવી હતી. આ ફ્રિગેટમાં બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલ જે 450 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે. તેનાથી તેને સજજ કરવામાં આવી છે. તે સમુદ્રમાંથી આકાશમાં પણ પ્રહારની ક્ષમતા ધરાવે છે. તે એન્ટી સબમરીન અને એન્ટી એરબોર્ન હેલીકોપ્ટર સામે પણ પ્રહાર ક્ષમતા ધરાવે છે તથા તેની સંદેશાવ્યવહાર સહિતની ક્ષમતા પણ ઉચ્ચ કક્ષાની છે.