નવરાત્રી ટિપ્સ: આજે આપણે ઘરે જ ઓછા ખર્ચમાં અને થોડી જ મિનિટોમાં ચહેરાનો નિખાર આપે તેવા થોડા ફેસપેકની વાત કરવાના છીએ.
નવરાત્રિનો પાવન પર્વ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેની તૈયારી મહિનાઓ પહેલા કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને કારણે નવરાત્રિની ચમક થોડી ઓછી થઇ છે. પરંતુ ગુજરાતીઓ નવરાત્રી તો એકદમ ઉત્સાહમાં જ મનાવશે. આ માટે તમારે અત્યારથી પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવાવ માટેની પણ તૈયારીઓ કરવી પડશે. આજે આપણે ઘરે જ ઓછા ખર્ચમાં અને થોડી જ મિનિટોમાં ચહેરાનો નિખાર આપે તેવા થોડા ફેસપેકની વાત કરવાના છીએ. આ ફેસપેકથી બધા જ પૂછશે કે તમે કઇ ટ્રિટમેન્ટ કરાવી છે તો ચહેરો આટલો સુંદર લાગે છે.
- Advertisement -
લીંબુ અને મધ- લીંબુ ત્વચા માટે ઘણું જ કારગર છે. ચહેરા પર ઇન્સ્ટંટ ગ્લો જોઇતો હોય તો, ચહેરા પર મધ અને લીંબુનો રસ મિક્સ કરીને 15 મિનિટ માટે લગાવી દો. બાદમાં ચહેરો નોર્મલ પાણીથી ધોઇ લો. આ સાથે તમે દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાડવાથી સૂકા વાળ પણ શાઈન કરવા લાગે છે.
પપૈયુ અને લીંબુનો રસ- પપૈયાને સારી રીતે મેશ કરીને તેમાં 10-12 ટીપા લીંબુનો રસ ભેળવો. બંનેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. ધ્યાન રાખો કે, આ પેક આંખો અને પાંપણ પર ન જાય. 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. સુકાઇ જાય એટલે ઠંડા પાણીથી ધોઇ લો. ચહેરા પર ચમક આવશે અને સ્કિન પર જો ટેનિંગ કે દાગ-ધબ્બા હોય તો તે પણ મટી જશે.
પપૈયુ અને ટામેટુ- આ પેક બનાવીને પપૈયાને સારી રીતે મેશ કરીને તેમાં એક નાનકડું ટામેટુંનો પલ્પ ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કરી લોઅને ચહેરા પર લાગાવો 20 મીનીટ સુધી રાખો. સુકાઇ જાય એટલે તેને સામાન્ય પાણીથી ધોઇ લો. તેનાં ઉપાયથી ચહેરાની રંગત નીખરશે.
- Advertisement -
પપૈયુ અને મુલ્તાની માટી- આ પેક ઓઇલી સ્કિન માટે સૌથી ઉત્તમ છે. મુલ્તાની માટીની તાસીર છે કે તે ચહેરા પરનું વધારાનું ઓઇલ સોસી લે છે. પપૈયુ રંગત નીખારે છે. આ માટે એક ચમચી મુલ્તાની માટી પાવડર અને એક ટુકડો પપૈયુ મેશ કરીને પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. પછી સુકાઇ જાય એટલે હુફાળાં પાણીથી ધોઇ લો.