ગુંદાસરા ગામે માતાજીના સામૈયા અને સાંજે મહાપ્રસાદ તેમજ
તા. 18ને શનિવારના સવારે માતાજીની થાંભલી વધાવવાનું મુહૂર્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં આવેલા ભાયાણી પરિવારના સુરાપુરા દાદાના સ્થાનકે શ્રી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન તા. 17-5 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગમાં સવારે શુભ ચોઘડીયે માતાજીની થાંભલી રોપવાનું તેમજ સવારે 9-00 વાગે માતાજીના સામૈયા અને સાંજે 7-00 કલાકે મહાપ્રસાદ તેમજ તા. 18-5 ને શનિવારના રોજ સવારે શુભ ચોઘડીયે માતાજીની થાંભલી વધાવવાનું મુહૂર્ત છે.
આ શુભ પ્રસંગમાં કરના રાવળદેવ જયદીપભાઈ કુવાડવાવાળા ડાકની રમઝટ બોલાવશે. આ પ્રસંગમાં સમસ્ત ભાયાણી પરિવારના સાત મઢના ભુવાઓને એક સાથે બેસાડી શ્રી ચામુંડા માતાજીની લોબડી ઓઢાડવાનું આયોજન કર્યું છે. આ માતાજીના અમૂલ્ય પ્રસંગમાં સમસ્ત ભાયાણી પરિવાર દ્વારા દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રવિ ભાયાણી, કલ્પેશ ભાયાણી, દયાળજીભાઈ ભાયાણી, દિનેશભાઈ ભાયાણી (શાપર) અને મનિષભાઈ ભાયાણી, દિનેશભાઈ ભાયાણી (રાજકોટ) તથા દર્શન ભાયાણી, વિમલ ભાયાણી, ઉમેશભાઈ ભાયાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.