પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તંત્રનું વધુ એક પગલું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે, જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો.
- Advertisement -
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઉભા કરવામાં આવી રહ્યા છે.આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મુકવાની સાથે કલેકટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતો સાથે સંવાદ સાધી, પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરના 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે. જેમાં કલેક્ટર કચેરીના અધિકારી- કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે.