– ફેબ્રુઆરીથી તમામ એકસપાયરી કોન્ટ્રેકટમાં અમલી બનશે
શેરબજારમાં કામકાજના કલાકો વધારવાની હિલચાલ વચ્ચે નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા વ્યાજદરનાં ડેરીવેટીવ્ઝનાં સમયમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલ તા.23 ફેબ્રૂઆરીથી વ્યાજદર ડેરીવેટીવ્ઝમાં સાંજે 5 કલાક સુધી કામકાજ થઈ શકશે.
- Advertisement -
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 23 ફેબ્રુઆરી પછી એકસપાયરી ડેઈટ ધરાવતાં તમામ વ્યાજદર ડેરીવેટીવ્ઝ કોન્ટ્રાકટમાં નવો સમય વધારો લાગુ પડશે. ફેબ્રુઆરી મહિનાનો વ્યાજદર ડેરીવેટીવ્ઝ કોન્ટ્રાકટ આવતીકાલે પૂર્ણ થવાનો છે અને તેમાં પણ આ નવો સમય લાગુ પડશે.
હવે પછીના નવા એકસપાયરી કોન્ટ્રાકટમાં પણ નવો સમય લાગુ પડશે.પરંતુ વર્તમાન અન્ય કોન્ટ્રાકટમાં કામકાજના સમયમાં કોઈ ફેરફાર થતો નથી. સીપી કોડ મોડીફીકેશનમાં કોઈ સમય બદલાવ નથી અને સાંજે 5-30 સુધી યથાવત રહેશે.આજ રીતે ફાઈનલ સેટલમેન્ટ ભાવની ગણતરીમાં પણ વર્તમાન પદ્ધતિ યથાવત રહેશે.