20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
28મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સિટીમાં 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ‘સાયન્સ કાર્નિવલ-2023’નું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ કાર્નિવલમાં સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો થશે. કાર્નિવલમાં દરરોજ અંદાજિત 20 હજાર સ્ટુડન્ટ્સ ભાગ લઇ શકે તેવી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ સાથે ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
- Advertisement -
સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3ઉ રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.