અનુસુચિત જાતિના વિરુદ્ધ પ્રદર્શનમાં વેપારીઓએ પણ બંધ પાડી ટેકો જાહેર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એસસી/એસટી અનામતના વિરુદ્ધમાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદાને નાબૂદ કરવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા અને જિલ્લાની મુખ્ય સડકોથી પસાર થઈને કલેકટર કચેરી સુધી પહોંચ્યા. આ રેલીની અંતે, પોરબંદરના જિલ્લા કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં 1લી ઓગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ વિરુદ્ધના અનામતમાં વર્ગીકરણ અને ક્રિમિલેયર અંગેના નિર્ણયને અયોગ્ય ગણાવીને તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી.સમુદાયના નેતાઓએ આ નિર્ણયને બિનસંવિધાનિક અને અનામતને અશક્ત કરવાનું યત્ન ગણાવ્યો છે.
- Advertisement -
આવેદનપત્રમાં સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે આ ચુકાદા વિરુદ્ધ પગલા લઈ અને અનામતને સંરક્ષણ આપવા માટે નવમી અનુસૂચિમાં તેમાં સુધારો કરવાની દિશામાં દિશા નિર્દેશ કરે.આ રેલી દ્વારા સમુદાયના સભ્યોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ તેમના અધિકાર અને અનામતને લઈને કોઈપણ અડચણને સહન નહીં કરે અને તેનો કડક વિરોધ કરશે.