રાષ્ટ્રીય સંગઠન અંદર, પ્રમુખ બહાર !
રાજકોટ શહેર ભાજપમાં રૂપાણી જૂથ અને ભરત બોઘરા જૂથ વચ્ચે આંતરિક ખેંચતાણો રહેતી હતી. જેથી ભરત બોઘરા જૂથના ગણાતા માધવ દવેને અંજલિબેન અને બી.એલ.સંતોષ વચ્ચેની મુલાકાતથી દૂર રાખવામાં આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જો માધવ દવેને હાજર રાખવામાં આવે તો રૂપાણી પરિવારને લઈ ભાજપની ભાવિ રણનીતિ લીક થવાની સંભાવના હતી. આમ સંગઠનની બંધ બારણે બેઠક થઇ ત્યારે પ્રમુખ બહાર રાખવામાં આવ્યા હતા.
- Advertisement -
રૂપાણી પરિવારને ફરી એક્ટિવ કરવા ભાજપની તૈયારી
અંજલીબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાઈ તેવી પ્રબળ સંભાવના
અમે પાર્ટીના કાર્યકર્તા છીએ અને પાર્ટી કહેશે એમ કરીશું : અંજલીબેન રૂપાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરાયું છે. આજની મિટિંગને પગલે સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો-ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજર રહેવા આદેશ કરાયો હતો. આ બેઠક પહેલાં બી.એલ.સંતોષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે પણ ગયા હતા. જ્યાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પગે પણ લાગ્યા હતા. જો કે અંજલિબેન સાથે બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા. આજે મળેલી સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, ઇકઘના થઈ રહેલા મૃત્યુ, સ્વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે ક્લાસ લેવામાં આવ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ હોવાથી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પણ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી છે. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષને આવકારવા સજાવટ કરવામાં આવી છે અને લાલ જાજમ પાથરવામાં આવી છે. હાલમાં ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળાની સાથે જુના જોગી અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન અંજલિબેન રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, સાહેબને ગયાને 6 મહિના જેવો સમય થવા આવ્યો છે અને તેના પછી પહેલીવાર સંતોષજી આવ્યા છે. સંગઠનના વડા કહેવાય અને સાહેબે પણ સંગઠન માટે કામ કર્યું છે અને તેનાથી સુપરિચિત છે, એટલે અમારી શુભેચ્છા મુલાકાત થઈ હતી. અમે પાર્ટીના કાર્યકર્તા છીએ અને પાર્ટી કહેશે એમ કરીશું.



