ખાસ-ખબર સંવાદદાતા
આજે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે. દિકરીઓ પ્રત્યે જાગૃતિ અર્થે 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતી ગર્લ ખેવના દિલ્હી ખાતે આયોજીત ગણતંત્રદિનની પરેડમાં પસંદગી પામી છે. 2023ના બેસ્ટ કેડેટ જુનિયર એર વિંગમાં ગુજરાતની એકમાત્ર ગર્લ કેડેટ ખેવના રાજધાનીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
અમદાવાદના અદાણી વિદ્યામંદિર (અટખ)ની વિદ્યાર્થિની ખેવના પરમારની દિલ્હી ખાતે આયોજીત પ્રજાસત્તાક દિનની પરેડમાં પસંદગી થઈ છે. ખેવનાની ગુજરાત, દમણ અને દીવ નિર્દેશાલયમાંથી પસંદગી કરાઇ છે. ફ્લાઈંગ કેડેટ જૠઝ ખેવનાએ ગણતંત્રદિવસની પરેડમાં પસંદગી પામી શાળા અને રાજયને ગૌરવ અપાવ્યું છે. યુવા કેડેટ 28 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીની રેલીમાં ભાગ લેશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહી ગઈઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરશે.