By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    1 day ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    1 day ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    1 day ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    1 day ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    1 day ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    1 day ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી
ખાસ-ખબરગુજરાત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: 50 ટકા બાળકોને જન્મના પ્રથમ કલાકમાં માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું નથી

Khaskhabar Editor
Last updated: 2024/08/13 at 2:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

માતાનું દૂધ શિશુ માટે અમૃત સમાન હોય છે. જેથી સ્તનપાન કરાવવું એ સહજ અને સામાન્ય લાગતી બાબત છે. પરંતુ આજે પણ જરૂરી માહિતી અને માર્ગદર્શનના અભાવે નવજાત શિશુને યોગ્ય રીતે તથા પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. જેની બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસ પર ગંભીર અસર પડે છે. માતા તેમજ પરિવારોમાં સ્તનપાન વિશે જાગૃતિ લાવવા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. પરંતુ આવી ઉજવણીઓ છતાં માતાના દૂધથી વંચિત રહી જતા બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ જન્મના પ્રથમ કલાકમાં શિશુને સ્તનપાન કરાવવું અત્યંત જરૂરી હોય છે.

પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળક માટે માતાનું દૂધ હિતાવહ
પરંતુ વર્ષ 2015-16 દરમિયાન કરાયેલા એનએફએચએસ-4 એટલે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં 50 ટકા બાળકોને જ જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ મળે છે. નોંધનીય છે કે, વર્ષ 2019-21માં કરાયેલા એનએફએચએસ-5માં આ પ્રમાણ ઘટીને 38 ટકા થઈ ગયું હતું. પ્રથમ કલાકથી લઈને છ માસ સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવું હિતાવહ છે. પરંતુ આ સર્વે મુજબ માત્ર 65 ટકા બાળકોને જ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ અપાય છે.

- Advertisement -

35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી દેવામાં આવે છે

એટલે 35 ટકા શિશુને છ મહિના પહેલાં જ સ્તનપાન ઓછું કરી બહારનું દૂધ આપવાનું શરૂ કરી દેવાય છે. એટલે કે રાજ્યમાં દર દસમાંથી ત્રણથી ચાર બાળકોને વિવિધ ગેરમાન્યતાઓના લીધે પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવાતું નથી. ગ્રામ્ય વિસ્તારના પરિવારોને પાવડર્ડ મિલ્કની ઓછી જાણ હોવાથી તેઓ સ્તનપાન પર આધાર રાખે છે. જ્યારે શહેરી વિસ્તારમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આજના સમયમાં માતાના દૂધ કરતા બહારના ફોર્મ્યુલા દૂધ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. જેથી સ્તનપાન બાબતે ગર્ભાવસ્થાથી જ માતા સાથે પરિવારને પણ આ અંગે જાગૃત કરવાની તાતી જરૂર હોવાનું એલજી હોસ્પિટલના ડો. હલક વસાવડાએ જણાવ્યું હતું.

માતા બીમાર હોય ત્યારે ઈન્ફેક્શન લાગી જવાના ડરથી સ્તનપાન બંધ કરી દેવાતું

- Advertisement -

ડો. અર્ચના શાહ (પ્રાધ્યાપકઅનેવડા, પીડિયાટ્રિક્સવિભાગ, એલજી હોસ્પિટલ) જણાવે છે કે માતાને શરદી, તાવ જેવી નાની-મોટી બીમારી થાય ત્યારે ધાવણથી બાળકને ઈન્ફેક્શન લાગશે તેવા ડરથી કેટલીક વખત સ્તનપાન બંધ કરી દેવાય છે. ચાર- પાંચ દિવસ સુધી ધાવણ બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં બાળકને મુશ્કેલી પડે છે અને સ્તનપાનનું સ્તર ઘટતું જાય છે. ઉલ્લેખનીય છે કે, અમુક ગંભીર બીમારીને બાદ કરતા બીજા સંજોગોમાં સ્તનપાન કરાવી શકાય છે અને તબીબની સલાહ વગર બંધ કરવું જોઈએ નહીં. છ માસ બાદ ઉપરના ખોરાક સાથે પણ લઘુતમ બે વર્ષ સુધી સ્તનપાન કરાવાય તો બાળક અને માતા બન્નેને ભવિષ્યમાં થતી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે.

માતાનું દૂધ ઓછું પડે છે તેમ વિચારી પણ ઘણી વખત શરૂ કરાતું પાવડરનું દૂધ

ડો. જોલી વૈષ્ણવ (પ્રાધ્યાપક અને વડા, પીડિયાટ્રિક્સ વિભાગ, સિવિલ હોસ્પિટલ) જણાવે છે કે માતાના પ્રથમ દૂધને કોલસ્ટ્રમ કહેવાય છે. પ્રસૂતિ બાદ 24 થી 48 કલાકમાં માત્ર 50 થી 60 એમએલ માતાનું દૂધ બને છે. એટલે દર બે-ત્રણ કલાકે સ્તાનપાન થકી પાંચથી દસ એએમલ દૂધ બાળકને મળે છે. જે નવજાત માટે પર્યાપ્ત છે. શરૂઆતના પાંચ-સાત દિવસમાં બાળક અને માતાને સ્તનપાન સાથે ટેવાતા મુશ્કેલી પડે છે.

આવા સમયે માતા અને પરિવારમાં એવી ગેરમાન્યતા ઉભી થાય છે કે બાળકને માતાનું દૂધ ઓછું પડે છે, તથા ભૂખ લાગી હોવાથી શિશુ રડ્યા કરે છે. આવા સમયે કેટલાક પરિવારો બાળકોને પાણી તેમજ પાવડર આપવાનું શરૂ કરી દે છે. જેના લીધે બાળકની હોજરી પહોળી થઈ શકે છે. ઉપરાંત શિશુને ઉપરનું દૂધ સીધું પીવા માટે મળી જતા બાદમાં તેને માતાનું ધાવણ લેવામાં તકલીફ થાય છે, અને ધીમે-ધીમે સ્તનપાન ઓછું થતું જાય છે.

પૂરતા સ્તનપાનના અભાવે કોને શું અસર થઈ શકે છે?

બાળક પર થતી અસર

ડાએરિયા, મેદસ્વિતા, કુપોષણ, ન્યુમોનિયા, ઈન્ફેક્શન, મગજના વિકાસ પર અસર

જયારે માતા પર થતી અસર

સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

મોદી સરકારના નેતૃત્વમાં દેશ બન્યો વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું પાવરહાઉસ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

TAGGED: National Family Health Survey, new born beby
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમને પણ એક જ બાજુથી ખોરાક ચાવવાની આદત છે તો ચેતી જજો
Next Article સાપની કાંચળી કે જેને ઘરમાં રાખવાથી ભરાઇ જશે ધનના ભંડાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?