– ઓરિયન સૌથી લાંબી અવકાશ યાત્રા કરનાર યાન બન્યું: ભવિષ્યમાં આ યાનથી માનવોની અંતરિક્ષ યાત્રા શકય બનશે
નાસા આર્ટેમિસ મિશનનું ઓરિયન અંતરિક્ષ યાન 25 દિવસ સુધી ચંદ્રની યાત્રા કરીને પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યું છે, તેણે પ્રશાંત મહાસાગરમાં લેન્ડીંગ કર્યું હતું. આઈએસએસ સાથે જોડાયા વિના લાંબી યાત્રા કરનાર આ પ્રથમ અંતરિક્ષ યાન બન્યું છે. વાયુમંડળ પાર કરતી વખતે થઈ હિટશિલ્ડની તપાસ: ધરતીના વાયુમંડળમાં પ્રવેશતા પહેલા ઓરિયનની ઝડપ 40 હજાર કિલોમીટર પ્રતિ કલાક હતી. વાયુ મંડળમાં આવતા જ તેની ગતિ 480 કિલો મીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી.
- Advertisement -
આ અવકાશ યાને 2800 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સહન કર્યું હતું. અહીં હિટ શિલ્ડની તપાસ કરવામાં આવી હતી. ધરતીથી 25 હજાર ફુટ ઉંચે યાનની પાંચ પેરાશૂટ ખુલી હતી. કેનેડી સ્પેસ સેન્ટરમાં યાનની તપાસ થશે. સૌથી વધુ અંતર કાપનારું યાન બન્યું: નાસાએ 16 નવેમ્બર ત્રીજા પ્રયાસમાં દુનિયાના સૌથી મોટા રોકેટ એસએલએસથી ઓરિયનને રવાના કર્યું હતું. ઓરિયન માનવોની અંતરિક્ષ યાત્રા માટે બનાવાયું છે. તેણે મિશનમાં એટલું દૂર અંતર કાપ્યું હતું જે કોઈ માનવ નિમિત યાને નથી કાપ્યું.