સૌર મંડળમાં મોજુદ સૌથી ગ્રહ એવા ‘ગુરૂ’ની સૌથી ખૂબસુરત તસવીર જાહેર થઇ છે. અમેરિકી અવકાશ એજન્સી નાસાના જૂનો જુપિટર એક્સપ્લોરરે આ તસવીર ખેંચી છે. જેમાં ગુરુ ગ્રહ અગાઉની સરખામણીએ અત્યંત આકર્ષક માલુમ પડ્યો છે અને તેનો રંગ પણ બદલાયો હોવાનું માલુમ પડ્યું છે.
આ તસવીર લેવામાં આવી ત્યારે જૂનો સ્પેસક્રાફટ ગેસના વાદળોની 5300 કિલોમીટર ઉપર હતો અને તસવીર લેતી વેળાએ તેની રફતાર પ્રતિ કલાક 209000 કિલોમીટરની હતી. અત્યંત સાફ રીતે આવેલી આ તસવીરમાં ગુરુના વાયુ મંડળના અલગ-અલગ ભાગોની રસાયણીક સંરચનાનું વૈવિધ્ય જોવા મળે છે.
- Advertisement -
આ ઉપરાંત ગ્રહની શક્તિશાળી તોફાનની થ્રીડી આકૃતિ પણ જોવા મળે છે. આ તસવીર 50 ડીગ્રી ઉતરના અક્ષાંસ પરથી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનો એક્સપ્લોરરને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2016થી ગુરુ ગ્રહની તસવીરો મોકલે છે.