NASA એ ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ 3I/ATLAS ની નવી છબીઓ શેર કરી છે, જે એક દુર્લભ પદાર્થ છે જે આપણા સૌરમંડળની બહારથી આવે છે. ધૂમકેતુ તેની આસપાસ નરમ ચમક સાથે એક તેજસ્વી બિંદુ જેવો દેખાય છે. વિજ્ઞાનીઓ તેને નજીકથી જોઈ રહ્યા છે કારણ કે તે અવકાશમાં આગળ વધે છે. તેઓ તેના પાથ, તેની ઝડપ અને તે ક્યાંથી આવ્યું હશે તે વિશે વધુ જાણવાની આશા રાખે છે.
ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોએ આંતરતારકીય પદાર્થ 3I/ATLAS ની તાજેતરની તસવીરો જાહેર કરી છે, જેણે ખગોળશાસ્ત્રમાં ચાલી રહેલી એક મોટી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને નાસા બંનેએ સ્પષ્ટ કર્યું છે કે આ રહસ્યમય પદાર્થ કોઈ ’એલિયન સ્પેસશીપ’ નથી, પરંતુ આપણા સૌરમંડળમાંથી પસાર થઈ રહેલો એક સામાન્ય ધૂમકેતુ જ છે.
- Advertisement -
ઈસરો અનુસાર, વૈજ્ઞાનિકોએ 12 થી 15 નવેમ્બરની વચ્ચે માઉન્ટ આબુ ખાતે આવેલા 1.2-મીટર ટેલિસ્કોપની મદદથી 3I/ATLASનું અવલોકન કર્યું હતું. તસવીરોમાં ધૂમકેતુનો લગભગ ગોળાકાર ’કોમા’ (ધૂમકેતુના કેન્દ્રની આસપાસ બનેલું તેજસ્વી વાતાવરણ) સ્પષ્ટપણે દેખાય છે.
વૈજ્ઞાનિકોએ તેના પ્રકાશના સ્પેક્ટ્રમનું વિશ્લેષણ કરતાં તેમાં CN, C2 અને C3 જેવા ઉત્સર્જન બેન્ડ જોવા મળ્યા, જે સામાન્ય રીતે સૌરમંડળના ધૂમકેતુઓમાં જોવા મળે છેવિશ્લેષણમાં જાણવા મળ્યું કે 3I/ATLASનો ગેસ ઉત્પાદન દર લગભગ 10ઑી અણુ/સેક્ધડ છે, જે તેને સૌરમંડળના ’સામાન્ય ધૂમકેતુઓ’ની શ્રેણીમાં મૂકે છે.
નાસાએ પણ 3I/ATLASની નવી તસવીરો જાહેર કરી અને એલિયન જીવનની કોઈપણ સંભાવનાને સંપૂર્ણપણે નકારી કાઢી. નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર નિકોલ ફોક્સે કહ્યું, “તે બિલકુલ ધૂમકેતુ જેવું જ વર્તન કરી રહ્યું છે.
- Advertisement -
અમને કોઈ એવા ટેકનિકલ સંકેત નથી મળ્યા જે સૂચવે કે આ કોઈ એલિયન જહાજનો ભાગ છે.” તેમણે તેને આપણા સૌરમંડળનો ’મૈત્રીપૂર્ણ મહેમાન’ ગણાવ્યો. નાસાના અન્ય એસોસિએટ એડમિનિસ્ટ્રેટર અમિત ક્ષત્રિયે પણ પુષ્ટિ કરી કે, “તે દેખાવ અને વર્તન, બંનેમાં એક ધૂમકેતુ છે. તમામ વૈજ્ઞાનિક પુરાવા આ તરફ જ ઈશારો કરે છે.”
નાસાએ હબલ, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ અને મંગળની કક્ષામાં ફરી રહેલા સેટેલાઇટ સહિત એક ડઝનથી વધુ પ્લેટફોર્મ પરથી 3I/ATLASનો અભ્યાસ કર્યો છે. હાલમાં
આ ધૂમકેતુ આંતરિક સૌરમંડળ છોડીને બહારની તરફ આગળ વધી રહ્યો છે અને ભારતીય વૈજ્ઞાનિકો ભવિષ્યમાં પણ તેના પર નજર રાખશે.




