ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ૠ-20 ફક્ષમ ઙખ’ત ટશતશજ્ઞક્ષ: ઢજ્ઞીક્ષલ ઈંક્ષમશફ, જિજ્ઞિંક્ષલ ઈંક્ષમશફ થીમ ઉપર માહિતીપ્રદ સેમીનાર યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, 45 વર્ષના કે 60 વર્ષ સુધીના જ વ્યક્તિઓ યુવાન ન ગણાય, પરંતુ કર્મયોગી તરીકે રાષ્ટ્રને સમર્પિત થનાર કોઈપણ ઉંમરના વ્યક્તિઓ યુવાન છે. એસ.પી.એ વધુમાં કહ્યું હતું કે, વિશ્ર્વને ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા વિષે સમજાવવાની ઉત્તમ તક એટલે ૠ-20 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હકારાત્મક દૃષ્ટિકોણ, ડીજીટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, યોગા વિગેરે સાથેના માનવીય અભિગમે ભારતને સમગ્ર વિશ્વમાં તાકાતવર બનાવ્યું છે. એસ.પી.શ્રી હર્ષદ મહેતાએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્ર્નોતરીરૂપે રસપ્રદ સંવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષા સહીત વિવિધ મુદ્દે ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન આપ્યું હતું. યુવાધનને પોતાની સમગ્ર શક્તિને એક જ લક્ષ્ય તરફ કેન્દ્રિત કરીને સફળતા પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલમાં કાયદો વ્યવસ્થાની સાથે સાથે હાલમાં પોલીસ વિભાગની વિવિધ સામાજિક જવાબદારીઓ પણ વધી છે. ત્યારે રાષ્ટ્રની શાંતિ અને સુખાકારી માટે યુવાનો પોલીસ વિભાગ સાથે જોડાઈ હકારાત્મક યોગદાન આપે તેવા પ્રોજેક્ટ્સ યુનિવર્સિટી તરફથી આપવામાં આવશે.