By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    14 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    14 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    14 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    14 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    12 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    13 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    13 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 day ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    11 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ર1 મે, 1991
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ર1 મે, 1991
રાષ્ટ્રીય

ર1 મે, 1991

Khaskhabar Editor
Last updated: 2021/05/22 at 5:11 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ફલેશ…. ફલેશ…ના ધ્રાસ્કા સાથે રાજીવ ગાંધીની હત્યાના સમાચાર ટેલિપ્રિન્ટર પર ઉતર્યા ત્યારે લગભગ અખબારોની ડાર્ક એડિશનનું કામ પુરું થઈ ગયું હતું અને મેઈન આઠ કોલમના મુખ્ય સમાચારની બ્રોમાઈટના પ્રુફ પણ ચેક થઈ ગયા હતા. સામાન્ય રીતે અખબારી કચેરીમાં બે્રકીંગ ન્યૂઝના બહુ લાંબા આઘાત-પ્રત્યાઘાતો પડતાં નથી. એ માટેનો સમય પણ હોતો નથી. ર1 મે, 1991ની એ રાતે પણ ચંદ મિનિટોના રિ-એકશન પછી હેડલાઈન બદલવાનું કામ આરંભાઈ ગયું હતું. 

નરેશ શાહ

- Advertisement -

તામિલનાડુના શ્રીપેરુમ્બુદૂરમાં યોજાયેલી ચૂંટણી સભામાં પહોંચેલા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું આત્મઘાતી બોંબ અટેકમાં મૃત્યુ થયું હતું, પણ એ દિવસે-સાંજે-રાતે શું થયું હતું ? વરસો પછી રાજીવ ગાંધી હત્યા કેસની સફળતાપૂર્વક તપાસ કરનારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના મુખિયા ડી.આર. કાર્તિકેયન અને તેમના સાથીદાર રાધાવિનોદ રાજૂએ ખુદ લખેલાં ઈન્વેસ્ટીગેશનની દરત પર દરત ખોલતાં પુસ્તકમાંથી એ વિગતો મળે છે. એ લોક્સભા ઈલેકશનના દિવસો હતા. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો. એમ઼ જી. રામચંનને કારણે કોંગે્રસ છેલ્લાં પચ્ચીસ વરસોથી તામિલનાડુમાં સત્તા ભોગી શકી નહોતી. આ વખતે કોંગે્રસે રામચંનના વારસદાર જયલલિતા સાથે ગઠબંધન ર્ક્યું હોવાથી સત્તા પર બેસવાના આસાર નજીક દેખાતા હતા. તામિલનાડુ કોંગે્રસના પૂર્વ અધ્યક્ષ્ા વી. રામામૂર્તિને લાગતું હતું કે જીત સરળ છે એટલે પ્રચાર માટે રાજીવ રત્ન ગાંધીએ તામિલનાડુમાં પ્રચાર વાસ્તે આવવાની જરૂર નથી પણ…
ખુદ રાજીવ ગાંધીએ ચેન્નઈ (માસથી) પચાસ કિલોમીટરના અંતરે આવેલાં શ્રીપેરુમ્બુદૂર શહેરમાં પ્રચાર સભા કરવાનું પસંદ ર્ક્યું હતું કારણ કે અહીંથી ચૂંટણી લડી રહેલાં ઉમેદવાર મરાગયમ ઈન્દિરા ગાંધીના નજીકના ગણાતા હતા. ચૂંટણી પ્રચારના આ છેલ્લાં દૌર માટે ર0 મી મેની બપોરે રાજીવ ગાંધીએ પોતાનો પ્રવાસ શરૂ ર્ક્યો. તેઓ ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકની સભા કરીને રરમી મે એ દિલ્હી પાછા આવી જવાના હતા. તેમના માટે દિલ્હી ફલાઈંગ કલબનું કિંગ એર એરક્રાફટ ભાડે લેવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રેસ પ્રચારક સુમન દૂબે, પર્સનલ સિક્યોરિટી ઓફિસર ઓ. પી. સાગર, બુલ્ગેરિયન પત્રકારો સહીતના લોકો હતા. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની ચૂંટણી સભા પૂરી કરીને તેઓએ નાઈટ હોલ્ટ વિશાખાપટૃનમાં ર્ક્યો. ર1મીની સાંજે વિશાખાપટૃનમથી વિમાનમાં ઉડીને તેઓ ચેન્નઈ એરપોર્ટ પહોંચવાના હતા અને ત્યાંથી …
જો કે વિશાખાપટૃનમાં જ વિમાનના પાયલોટ કેપ્ટન ચંડોકને ખ્યાલ આવ્યો કે વિમાનની કોમ્યુનિકેશન સિસ્ટમ બરાબર કામ કરતી નથી. એ માટેની કોશિશ થઈ. સ્વયં સરકારી એરલાઈન્સમાં કામ કરી ચૂકેલાં રાજીવ ગાંધીએ પણ મશીન ઠીક કરવાની કોશિશ કરી પરંતુ કામિયાબી મળી નહીં. આખરે નક્કી થયું કે રાજીવ ગાંધી વિશાખાપટૃનમાં જ રાત્રિ રોકાણ કરશે. રાજીવ ગાંધી એરપોર્ટ પરથી નીકળી ગયા પણ નિયતિએ કશુંક અલગ જ નિધાર્યું હતું. ટેકનિશ્યનોએ વિમાનની સિસ્ટમ ઠીક કરી આપી એટલે તાત્કાલિક રાજીવ ગાંધીને બોલાવવામાં આવ્યા. સાંજે સાડા છ વાગ્યે વિમાન રાજીવ ગાંધીને લઈને ચેન્નઈ એરપોર્ટ જવા ઉપડી ગયું…
આ તરફ શ્રીપેરુમ્બુદૂરમાં હકડેઠઠ જમા થયેલી મેદની વચ્ચે સ્ટેજ આસપાસ કેઓસ જેવું વાતાવરણ હતું. રાજીવ ગાંધી આવે ત્યારે તેમનું અભિવાદન કરનારા અને ફૂલમાળા પહેરાવનારા સહીતનાની છટણી અને તપાસણી ચાલી હતી. ઈન્સ્પેકટર જનરલ આર. કે. રાઘવન પણ હાજર હતા. જો કે રાજીવ ગાંધીની નજીક જવા માટે ભલામણો અને એ સૂચિમાં નામ ઉમેરવાની લિન્ક લગાડવાની પેરવીમાં સ્ટેજ અને સ્ટેજ સુધી લઈ જતી લાલ જાજમ પર સેંકડો લોકો ઉપસ્થિત હતા. લતા કાનન નામની નવી નવી કોંગે્રસી બનેલી મહિલાએ જેમતેમ કરીને તેની આઠ વરસની દીકરી કોકિલા રાજીવ ગાંધી સમક્ષ્ા કવિતા વાંચી શકે તેની મંજૂરી મેળવી લીધી હતી. સભાસ્થળ પર ત્રણસો સુરક્ષ્ાાકર્મીઓ હતા. પુરુષોને મેટલ ડિટેકટરમાંથી પસાર કરાતા હતા અને સ્ત્રીઓ પર ધ્યાન રાખવા માટે મહિલા પોલીસ અધિકારી અનસુયા અને બે લેડી કોન્સ્ટેબલ હતી. તેઓ અઢળક મહિલાઓની તલાશી લઈ શકે એવી સ્થિતિ પણ નહોતી અને સુવિધા પણ નહોતી. તેમને મહિલાઓને ચેક કરવા માટેનું મેટલ ડિટેકટર પણ અપાયું નહોતું.
સ્થિતિ લગભગ અનકંટ્રોલ્ડ હતી. ઈન્સ્પેકટર જનરલ રાઘવન નાખુશ લાગતા હતા કારણ કે તેઓ ઈચ્છતાં હતા કે આગેવાનો કાર્યકરોને વીઆઈપી એરિયા માંથી દૂર કરે અને આગેવાનો ચાહતા હતા કે આ કામ પોલીસ કરે… અલબત્ત, આ બધામાં નાનકડી કોકિલા અને તેની માતા લતા કાનન સૌથી વધુ ખુશ હતા. તેમની પાછળ જ લીલા અને નારંગી રંગના સલવાર કમિઝ પહેરેલી ચશ્મીશ યુવતી હાથમાં ચંદનની માળા લઈને ઉભી હતી. તેનાથી દૂર ફોટોગ્રાફર હરિબાબુ પણ હતા. અન્ય સ્ત્રીઓ પણ આ બન્નેની સાથે જોવા મળતી હતી. રાજીવ ગાંધીના આગમન સાથે સ્ટેજ પરથી મોટા વોલ્યુમથી વાગતું મ્યુઝિક બંધ થઈ ગયું. મંચની થોડે દૂર બનેલી ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરીને રાજીવ ગાંધી મંચ તરફ જવા માટે બિછાવેલી લાલ જામ પર આગળ વધ્યાં… આગળ વધતી વખતે લાકડાંની બેરીકેટ પાછળ રહેલાં ચાહકો સાથે રાજીવ ગાંધી હાથ મિલાવી રહ્યા હતા. સ્થાનિક ઉમેદવાર અને ઈન્દિરાજીના નિકટતમ ગણાતાં મરાગમયમ પણ ઝડપથી પગલાં ભરીને રાજીવ ગાંધી સાથે થઈ ગયા હતા. તેઓ પોતાના સમર્થકો સાથે રાજીવનો મેળાપ કરાવવા માંગતા હતા. પુરુષોનું અભિવાદન ઝીલીને રાજીવ ગાંધી પોતાના મહિલા પ્રશંસકોનું અભિવાદન ઝીલવા માંગતા હતા એટલે તેઓ એ તરફ ગયા. નાનકડી કોકિલા અહીં મા સાથે ઉભી હતી. તેણે રાજીવ ગાંધી સમક્ષ્ા કવિતાનો પાઠ ર્ક્યો. બરાબર ત્યારે જ કોકિલા-લતા મેનનની પાછળ ઉભેલી સલવાર-કમીઝ પહેરેલી યુવતી રાજીવ ગાંધી તરફ આગળ વધી. મહિલા ઈન્સ્પેકટર અનસુયાએ એ યુવતીનો હાથ પકડીને પાછળ ખેંચવાની કોશિશ કરી પણ રાજીવ ગાંધીએ તેમના આંખના ઈશારાથી ના પાડી. ચશ્મા પહેરેલી એ યુવતી હવે રાજીવ ગાંધી સમક્ષ્ા ઉભી હતી.
તેણે ચંદનની માળા રાજીવ ગાંધીને પહેરાવી અને એ પછી જાણે ચરણસ્પર્શ કરવા હોય તેમ એ યુવતી ઝૂકી અને અચાનક એક ધડાકો થયો… આગના લબકારા પછી ધુમાડો શમ્યો ત્યાં સુધીમાં એ યુવતી, કોકિલા, તેની માતા લતા મેનન, ફોટોગ્રાફર હરિબાબુ, સુરક્ષ્ાા અધિકારી અને રાજીવ ગાંધી સહીત પંદર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. રાજીવ ગાંધી તેમણે પહેરેલાં લોટો કંપનીના શૂઝ પરથી ઓળખાયા તો હરિબાબુના મૃતદેહ પર પડેલાં કેમેરામાંથી આત્મઘાતી યુવતી શુભા, નલિની વગેરેની તસ્વીરો પછીથી મળવાની હતી.

You Might Also Like

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉર્ધ્વલોક, ભૂલોક અને અધોલોક : ત્રિલોકનું મહાવિજ્ઞાન!
Next Article જૂનાગઢ જિલ્લાના રમતવીરો માટે સારાસમાચાર.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?