ખાસ-ખબર સંવાદદાતા
કેશોદ શહેરમાં એક સ્કૂલમાં ધોરણ 10 નો અભ્યાસ કરતી તરુણી સાથે સ્કૂલ બસના ડ્રાઈવરે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાર મહિના સંબંધો બાંધીને તરુણીને એકાંતમાં બોલાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને તરુણી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ સંદર્ભે પરિવારે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ ગોરડને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ પોસકો,દુષ્કર્મ અને એટ્રોસિટીનો ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી સાથે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.