ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના એક વિસ્તારમાં ઘર કામ કરવા આવેલી માનસિક અસ્થિર યુવતી પર મકાનમાં રહેતા શખ્સે યુવતીની એકલતા અને માનસિક બીમારીનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીની માતાને જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરમાં રહેતા એક પરિવારની માનસિક અસ્થિત યુવતી તેના જ વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ નામના શખ્સના ઘરે ત્રણ મહિના પહેલા ઘરકામ કરવા ગઈ હતી ત્યારે આરોપી જયેશે યુવતીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું જોકે આ વાતથી યુવતીના પરિવારજનો અજાણ હતા પરંતુ અચાનક યુવતીની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પુત્રી સાથે અજુગતું થયુ હોવાની જાણ થતા તેઓએ પુત્રીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી જે બાદ માતાએ જયેશ ઉર્ફે લાલા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે યુવતીનું મેડીકલ ચેક અપ કરાવ્યું હતું તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી બનાવ અંગે વધુ તપાસ ડીવાયએસપી એમ એફ પઠાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.