તા. 25 થી 30 એપ્રિલ સુધી ફોર્મ વિતરણ અને પરત સ્વીકારાશે
વધુને વધુ બાળકો કેમ્પનો લાભ લે તેવી નમ્ર અપીલ છે : દીપકભાઇ મકવાણા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજના સમયમાં અભ્યાસ કરતાં બાળકોને જોઇ વાલીઓ ચિંતાતુર રહે છે કે ભણવામાંથી ઉંચા આવે તો કંઇક રમત રમી શકે ? એમાંય પાછું થોડા નવરા પડે એટલે મોબાઇલ તો જોઇએ જ. કોને કહેવું આ દુ:ખ. ન રહેવાય કે ન સહેવાય તેવી સ્થિતિ વડિલોની છે.
દરેક માતા-પિતાની ચિંતાને દૂર કરવા અને દફતર, પુસ્તકો, નોટબુકો, મોબાઇલને છોડી, રમત ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આપવા માટે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા સતત ‘27’માં નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પનું આયોજન કરાયેલું છે.
આ કેમ્પ અંગે વિસ્તૃત માહિતી આપીએ તો, કેમ્પમાં ભાગ લેવા માટેનું પ્રવેશ ફોર્મ વિતરણ અને સંપુર્ણ વિગત ભરીને પરત આપવા માટે, તા. 25 થી 30 એપ્રિલ (રવિવાર અને બીજા-ચોથા શનિવારની રજા સિવાય), સવારે 10 થી 2 અને 3 થી 5 દરમ્યાન બેંકની રાજકોટની તમામ શાખાઓમાં સુવિધા છે. ક્રિકેટ કોચીંગ કેમ્પનો પ્રારંભ તા. 1 મેને ગુરૂવારથી થશે. સમય સવારે 6.30થી 8નો છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ કેમ્પ દરમ્યાન હજારો ભાવિ ક્રિકેટરોએ તાલીમ મેળવી છે. આ કેમ્પમાં 4 થી 16 વર્ષના બાળકો (બોયઝ એન્ડ ગર્લ્સ)ને ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવશે. કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન દીપકભાઇ મકવાણાએ કહ્યું છે કે, ‘બેંક દ્વારા આયોજીત નિ:શુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પમાં વધુને વધુ બાળકો જોડાય, ઘનિષ્ઠ તાલીમ લે તેવી નમ્ર અપીલ છે.’
કેમ્પના આયોજન માટે દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), દીપકભાઇ મકવાણા (પ્રોજેક્ટ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા-અશોકભાઇ ગાંધી (પ્રોજેક્ટ ડિરેકટર), ડિરેકટરગણમાંથી ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, કીર્તિદાબેન જાદવ, હસમુખભાઇ ચંદારાણા, દેવાંગભાઇ માંકડ, ડો. નરસિંહભાઇ મેઘાણી, કલ્પેશભાઇ ગજ્જર, ભૌમિકભાઇ શાહ, વિક્રમસિંહ પરમાર, ચિરાગભાઇ રાજકોટીયા, બ્રિજેશભાઇ મલકાણ, જ્યોતિબેન ભટ્ટ, નવીનભાઇ પટેલ, મંગેશજી જોષી, દીપકભાઇ બકરાણીયા, હસમુખભાઇ હિંડોચા, સુરેન્દ્રભાઇ પટેલ, લલિતભાઇ વોરા, શૈલેષભાઇ મકવાણા (કો-ઓપ્ટ), હરેશભાઇ ઠક્કર (કો-ઓપ્ટ), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ)ના માર્ગદર્શક હેઠળ વિપુલભાઇ દવે-ભરતભાઇ કુંવરીયા-અજયભાઇ ચાવડા (વહીવટી ઇન્ચાર્જ), કૌશિકભાઇ અઢીયા (કોચ અને ફીલ્ડ ઇન્ચાર્જ), રાજભાઇ કનેરીયા, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, અલ્પેશ મહેતા વગેરે અથાગ જહેમત ઉઠાવે છે.