આજે મોડી રાત્રે જે.પી નડ્ડા ગુજરાત આવશે
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના પ્રચારની શરૂઆત કરાવશે. જે માટે આવતીકાલે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન પ્રતિનિધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ શક્તિ પ્રદર્શન કરશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ આવતીકાલે રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે ત્યાર બાદ મોરબી ખાતે રોડ-શોમાં ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડાની મુલાકાતને લઇને ભાજપના પ્રદેશ અગ્રણીઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે.
- Advertisement -
રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ મોરબીમાં કરશે રોડ શો
રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ જેપી નડ્ડા મોરબી જવા રવાના થશે. વિધાનસભા ચૂંટણી પહેલા કડવા પાટીદારોના ગઢ સમાન મોરબીમા રોડ શો કરી જેપી નડ્ડા વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફુંકશે. આવતીકાલે મોડી સાંજે ગાંધીનગરમાં તેઓ મહત્વની બેઠક પણ યોજવાના છે. તો બુધવારે પ્રદેશ કાર્યાલય કમલમ પર તેઓ ચૂંટણી લક્ષી બેઠક પણ યોજાશે.