સંબોધનના શરૂઆતમાં ક્ષત્રિય સમાજને યાદ કરી પ્રસંગ કહેતા વડાપ્રધાન મોદી
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પીએમ મોદીએ સભા સંબોધતા સૌપ્રથમ જામસાહેબને યાદ કર્યા. તેઓએ કહ્યું કે હું જામનગર પહોંચતા સાથે જ જામસાહેબના દર્શન કરવા ગયો હતો.
- Advertisement -
આજ રોજ જામનગર ખાતે જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. તેમને મળવું અને વાર્તાલાપ કરવો એ હંમેશાં એક અદ્ભુત લહાવો છે. તેમની લાગણી અને સમજણ અનુકરણીય છે. pic.twitter.com/esUZ3J6YlB
— Narendra Modi (@narendramodi) May 2, 2024
- Advertisement -
ત્યારબાદ તેઓએ ક્ષત્રિય સમાજને યાદ કરતા કહ્યું જામનગરમાં આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય, સંગઠનમાં કામ કરતો તે સમયથી આવતો, પરંતુ એક મહત્વની ઘટના બની હતી. આ સાથે જ તેઓએ ભૂચર મોરીની વાત કહી. નરેન્દ્રભાઈએ કહ્યું ક્ષત્રિય સમાજના આગેવાનો મને નિમંત્રણ આપવા આવ્યા, પણ મને કોઈએ કાનમાં કહ્યું કે કોઈ મુખ્યમંત્રી ન આવે તેથી તમે પણ નહિ આવો, એવું અમને ખબર છે. મે પૂછ્યું એવું કેમ – તો તેઓએ કહ્યું ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વિરો શહીદ થયા તે ભૂમિ પર જાવ તો મુખ્યમંત્રીપદ જતું રહે તેવી વાત કોઈએ અગાઉના મુખ્યમંત્રીઓને કહ્યું છે તેથી કોઈ આવતું નથી. મે કહ્યુ કે ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રીપદની કોઈ કિમત નથી. અને મે કહ્યું કે હું આવીશ, તેથી હું ત્યાં આવ્યો અને કાર્યક્રમને વધાવ્યો – વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું.