મુસ્કાન વેફર્સની કેળાની વેફર ખાવા લાયક નથી
રિદ્ધિ સિદ્ધિ ટ્રેડિંગ કંપનીને પણ રૂ.1 લાખનો દંડ, ત્રણેય પેઢીઓને ત્યાંથી અખાદ્ય પદાર્થ મળતા કોર્ટે દંડ ફટકાર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.18-09-2017 ના રોજ ‘મુસ્કાન વેફર્સ’ વિશ્ર્વાસ ઇન્ડ. એસ્ટેટ, બાપુનગર મેઇન રોડ, જીલ્લા ગાર્ડન પાસે, રાજકોટ મુકામેથી ‘કેળાની વેફર (મસાલાવાળી) (લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત “NON PERMITTED PINK AND ORANGE COLOUR OIL SOLUBLE SYNTHETIC DYES”ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો “અનસેફ ફૂડ” જાહેર કરવામાં આવ્યો છે. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચામડિયા અનીષભાઈ મજીદભાઈ (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને “કુલ રૂ.1,50,000 તથા TILL RISING OF THE COURTના દંડની સજા કરવામાં આવી છે અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એચ.જી.મોલીયા દ્વારા તા.21-06-2014 ના રોજ ‘જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ’ સ્થળ: માધવ કોમ્પેલેક્ષ, PGVCL ઓફિસ સામે, નાના મવા રોડ રાજકોટ મુકામેથી “ગાયનું ઘી(લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત “”B. R. READING ધારાધોરણ કરતા વધુ R. M. VALUE ધારાધોરણ કરતા ઓછી તથા YELLOW COLOUR NON PERMITTED OIL SOLUBLE DYEની હાજરી મળી આવતા નમૂનો ‘અનસેફ ફૂડ’ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી એચ.જી.મોલીયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયા સાહેબે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી વિજયભાઈ મસરીભાઈ જોગલને “કુલ રૂ.1,00,000 તથા TILL RISING OF THE COURTના દંડની સજા કરવામાં આવી છે અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા તા.20-02-2016 ના રોજ “રિધ્ધિ સિધ્ધી ટ્રેડિંગ કંપની’ સ્થળ: 8-9 રધુવીરપરા, પ્રેમ પ્રકાશ મંદિર પાછળ, રાજકોટ મુકામેથી ‘સેકરીન (લુઝ)’ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવાયો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા અપાયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી ખાદ્યચીજોમાં ઉપયોગમાં લેવા માટે પ્રતિબંધિત આર્ટિફિશિયલ સ્વીટનર ડુલસીન (ઉઞકઈઈંગ)ની હાજરી મળી આવતા નમૂનો ‘અનસેફ ફૂડ’ જાહેર કરાયો. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. કેસ ચાલી જતાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ નેહાબેન ટી. કારીયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 હેઠળ તકસીરવાન ઠરાવી મહેશ પમનદાસ ચંદીરામાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના માલિક) ને “કુલ રૂ.1,00,000 તથા TILL RISING OF THE COURTના દંડની સજા કરવામાં આવી છે અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 1 માસની કેદની સજાનો હૂકમ કરેલ છે.
મોરબી રોડ-સેટેલાઈટ ચોક વિસ્તારમાં ફૂડ ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ તથા FSWઠ વાન સાથે શહેરના મોરબી રોડ -સેટેલાઈટ ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ. ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્રીજી આઇસ્ક્રીમ, જય અંબે ચિલ્ડ પોઈન્ટ, મહાદેવ દાળપકવાન, મિલન ખમણ, કૃષ્ણમ ડેરી ફાર્મ, અમુલ ઉમા પાર્લર, પટેલ પ્રોવિઝન સ્ટોર, માહી ફરસાણ, જય ભોલે ફૂડ મોલ, સાગર શરબતવાલા, ગેલ કૃપા ડેરી ફાર્મ, શ્રી શિવ પ્રહલાદ મેડિકલ, માધવ મેડીસીનનો સમાવેશ થાય છે. લાઇસન્સ મેળવવા બાબતે સૂચનામાં ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્યામ ડેરી ફરસાણ, શ્રીરામ કોઠી આઇસ્ક્રીમ, ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, બાલાજી મેડીસીન, તુલસી કિરણાં ભંડાર, પ્રગતિ ચાઇનીઝ પંજાબી, એપલ સોડા શોપનો સમાવેશ થાય છે.