પાર્શ્ર્વ ગાયક અલ્પેશ ડોડિયાને નામે નોંધાયો 170 ગીતોનો વર્લ્ડ રેકોર્ડ: ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ના જજ ડૉ. પાર્થ ભાવેશ પંડ્યા અને ક્રિષ્ના પાર્થ પંડ્યા દ્વારા વર્લ્ડ રેકોર્ડ, શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટની જનતા માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હેમુ ગઢવી હોલ મેઇન ઓડિટોરિયમ ખાતે નોન-સ્ટોપ સતત 15 કલાક સુધી મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ રવાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાના રસપ્રચુર એન્કરિંગથી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ મેલોઝ રાજેન્દ્ર ત્રિવેદી (રાજુ કાકા) દ્વારા સુમધુર પાર્શ્ર્વ સંગીત પીરસવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ નાઈટમાં છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમાં પોતાના પચાસથી વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના ચારસોથી વધુ ગીતો જેમને કંઠસ્થ છે એવા પાર્શ્ર્વ ગાયક અલ્પેશ ડોડીયાએ સતત 15 કલાક સુધી મુકેશજીના 170 જેટલા ગીતોને રજૂ કરીને પોતાના સુરોથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.
આ ઉપરાંત કો-સિંગર રફીક જરીયા, સહ-ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર, રૂપાલી જાંબુચા, દેવયાની ગોહેલ, દીપા ચાવડા, હીના કોટડિયા અને સાજીંદાઓની વાત કરીએ તો ઇમ્તિયાઝખાન સૈયદ, ભાર્ગવ ઉમરાણીયા, જીતામી વ્યાસ, પારસ વાઘેલા, ભરત ગોહેલ, ફિરોઝ જી. શેખ, દિલીપ ત્રિવેદી, સંદીપ ત્રિવેદી, પ્રથમ વાઘેલા સહિતના સાજિંદાઓ સાથે સંગીતમય સફરમાં સૂર-તાલની તાલાવેલી સર્જી હતી. જ્યારે પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્ડના હબીબ ઘાડા દ્વારા કાર્યક્રમને કર્ણપ્રિય બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની નોંધ નામાંકિત સંસ્થા ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાના પ્રતિનિધિ ડૉ. પાર્થભાઈ પંડ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એચ. એમ. જૈન મેટરીમોનિયલ ગ્રુપ હર્ષદ મહેતા તરફથી શીલ્ડ આપી અલ્પેશ ડોડીયાનું બહુમાન કરવામાં આવ્યું હતું તથા આકાર જ્વેલર્સ હાર્દિકભાઈ પારેખ તરફથી મેહુલ રવાણીનું શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
તેવા રાજકોટના સ્વરકાર તથા સંગીત નિર્દેશક લલિતભાઈ ત્રિવેદી, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, મધુકરભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ રોયલ સ્ટીલ ફેબ્રીકેશનના ભાવેશભાઈ પિત્રોડા અને પ્રવીણભાઈ પિત્રોડા, અંબિકા સ્ટીલ લેટર પંચના હરેશભાઇ પરમાર, રાજેશભાઈ પરમાર, તિલકભાઈ પરમાર, જે. પી. જવેલર્સ, પીઠવા મેન્યુફેક્ચરર્સના મિતેશભાઈ પીઠવા તથા રાજકોટની નામાંકિત સંસ્થાઓ લુહાર હિતેચ્છુ મંડળ, લુહાર સેવા સમાજ, લુહાર વિદ્યાર્થી, મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતી, વિશ્ર્વકર્મા લુહાર ફાઉન્ડેશન, અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, વિશ્ર્વકર્મા મહિલા મંડળ, શ્રી જૈન સોશ્યલ ગૃપ- રાજકોટ (વેસ્ટ), પરમાર પરિવાર, પીઠવા પરિવાર, સિદ્ધપુરા પરિવાર અને મકવાણા પરિવાર સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.