ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગત કાલે લોકમેળામાં લુખ્ખાગીરી કરતા શખ્સો સામે દેવળીયા ગામના આધેડે પ્રતિકાર કરતા તેની સામે જીવલેણ હુમલો કરાયો હતો જેમાં આધેડને છરીના ઘા લાગી જતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે હળવદ પોલીસ સહિત મોરબી જીલ્લાની પોલીસની ટીમોના ધાડે ધાડા ઉતરતા લોકમેળો પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો હતો જ્યારે આધેડની ફરિયાદ લેવાની હળવદ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રામાપીરના લોકમેળામાં ત્રણ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો જેમાં લુખ્ખાઓ દ્વારા થતી બેરોકટોક પૈસાની ઉઘરાણી બાબતે આધેડ સુરજભાઇ ભોરણીયાએ પ્રતિકાર કરતા ત્રણ શખ્સોએ સુરજભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં લુખ્ખા તત્વોએ સુરજભાઇ ભોરણીયાને છરીના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં આધેડને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવના પગલે દેવળીયાનો લોકમેળો પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયો હતો અને ઘટના બાદ હળવદ પોલીસે ખાનગી હોસ્પિટલ પહોંચી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.



