ભૂગર્ભ ગટરની સફાઈ કરી તમામ ગંદકી ફલકુ નદીમાં ઠલવાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના બણગા ફૂકે છે પરંતુ કુત્રિમ રીતે બનાવેલ શહેરના રોડ રસ્તા ભલે નગરપાલિકા તંત્ર સફાઈ કરી રહી હોય જેની સામે આ તમામ ગંદકી પવિત્ર નદીમાં છોડવામાં આવે છે. નગરપાલિકા પર્યાવરણની જાળવણી માટે મોટી મોટી વાતો કરી વૃક્ષા રોપણના કાર્યક્રમો હાથ ધરે છે અંતે પાલિકા જ કુદરતે આપેલી દેન પવિત્ર ફલકુ નદીને દૂષિત કરી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના ભૂગર્ભ ગટરને જેટીંગ મશીન દ્વારા સફાઈ કરી તમામ ગંદકી નદીમાં ઠલવાય છે. સ્વચ્છતાની વાતો કરતી ધ્રાંગધ્રા નગરપાલિકા શહેરની પવિત્ર નદીને દૂષિત કરવાનું હિન કાર્ય કરી રહી છે. આ અગાઉ પણ “ખાસ – ખબર” દ્વારા શહેરની પવિત્ર ફલકુ નદીને દૂષિત કરવા નગરપાલિકાની નીતિ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. ત્યારે હજુય નગરપાલિકાનું નીંભર તંત્ર સુધરવાનું નામ નથી લેતું કુદરતે આપેલી દેન અને એમાંય ઝાલાવાડની કુંવારી નદી તરીકે જાણીતી પવિત્ર ફલકુ નદીમાં ગંદકી છોડતા હવે નગરપાલિકા સ્વચ્છતા અંગે કેવા પ્રકારની દરકાર લઇ રહી છે તે સ્પષ્ટ નજરે પડી રહ્યું છે આ તરફ નગરપાલિકા તંત્ર શહેરને સ્વચ્છ બનાવવા માટે કેટલાક વેપારીઓને દંડ આપી રહી છે પરંતુ પોતે પવિત્ર નદીમાં ગંદકી છોડી આખી નદીને દૂષિત કરાય છે તેનું શું ? એટલું જ નહિ આ નદીની કાઠે આવેલા પવિત્ર મહાદેવના મંદિરની પણ લાજ રાખ્યા વગર અહી ગટરની સફાઈ કરી ગંદકી નદીમાં છોડતા નગરપાલિકાની નફ્ફટાઈ સામે હવે શબ્દો પણ ઓછા પડે તેવો ઘાટ સર્જાયો છે.