ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે જે અંતર્ગત રાજકોટ શહેરના વિસ્તારો ગાંધીગ્રામ, ગૌતમનગર, શિતલપાર્ક, મોચીનગર, શાંતિનગર, મોરબી રોડ તથા આજુબાજુમાંથી 17 પશુઓ, નરસિંહનગર, શિવમ સોસાયટી, જય જવાન જય કિસાન વગેરે વિસ્તારોમાંથી 9 પશુઓ, રૈયાગામ તથા આજુબાજુમાંથી 16 પશુઓ, ગીતાનગર, નંદા હોલ, સહકાર રોડ તથા આજુબાજુમાંથી 6 પશુઓ, કોઠારીયા સોલવન્ટ તથા આજુબાજુમાંથી 9 પશુઓ, પ્રદ્યુમન પાર્ક તથા આજુબાજુમાંથી 6 પશુઓ, માધાપર તથા આજુબાજુમાંથી 7 પશુઓ, તિરૂપતિ પાર્ક, ન્યુ શક્તિ સોસાયટી, નવાગામ, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી તથા આજુબાજુમાંથી 15 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 136 પશુઓ પકડવામાં આવ્યા હતા.
રસ્તે રખડતાં અને અડચણરૂપ કુલ 136 પશુઓને પાંજરે પુરતી મહાપાલિકાની ટીમ
