મવડી, નાણાવટી ચોક, કાલાવાડ રોડ, આજી ડેમ, રૈયા રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવાયું
53 રેકડી જપ્ત, મંડપ-છાજલી દૂર કરાઈ, 8 લાખથી વધુનો દંડ ફટકારતી મનપા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા 16 દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન, આનંદ બંગલા ચોક, રામનાથ પરા, કરણ્પાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજીડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 53 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરથીયાવાડી પાસેથી 2.55 લાખ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. 80 ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી 5 લાખના વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ ક્ધયા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક પરથી 635 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે