સાધુ વાસવાણી ‘મીટ લેસ ડે’ નિમિત્તે મનપાની હદમાં આવતા કતલખાના બંધ રાખવાનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આવતીકાલે 25 નવેમ્બરના રોજ સાધુ વાસવાણી ’મીટ લેસ ડે’ નિમિત્તે મહાનગર પાલિકાની હદમાં આવતા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ મનપા દ્વારા માસ-મટન, મચ્છી અને ચિકનના વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેના વિરુદ્ધ ધી ૠઙખઈ એક્ટ 1949ની કલમ-29 અને 336 તથા રાજકોટ મહાનગર પાલિકાના બાય લોઝ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



