8.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 15-10થી તા. 31-12 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. 27ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 22 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી અને 8.1 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતાં નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-07 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી અને 0.9 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તેમજ વોર્ડ નં. 1, 8, 9, 10, 11 તથા 12માં કુલ 10 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 07 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, વોર્ડ નં. 4, 5, 6, 15, 16 તથા 18ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતાં નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-05 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 0.2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.