2.75 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 15થી તા. 16 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. 5ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતાં અને કચરો ફેંકતા કુલ 32 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી અને 2.75 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-14 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતાં તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને 1.3 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પશ્ર્ચિમ ઝોનના વોર્ડ નં. 1, 8, 9, 10, 11 તથા 12 તથા પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 તથા 18 આમ બંને ઝોનના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન પૂર્વ ઝોન અને પશ્ર્ચિમ વિસ્તારમાં કુલ 32 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.