રેસકોર્ષમાં આવેલ મ્યુઝીકલ ફાઉન્ટેનને પુન:શરૂ કરવા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ બહુમાળી ભવનની સામે આવેલ ગાર્ડનમાં જે તે વખતે મ્યુઝીકલ ફાઉન્ટેન મુકવામા આવેલ અમુક સમયબાદ કોઇપણ કારણોસર આ મ્યુઝીકલ ફાઉન્ટેન બંધ થઇ ગયેલ. રાજકોટ શહેર વિકાસશીલ, પ્રગતિશીલ શહેર છે. શહેરીજનોને હરવા ફરવા માટે રેસકોર્સ ધણુ મહત્વનુ સ્થળ છે.
મ્યુઝીકલ ફાઉન્ટેનથી શહેરીજનોને ઘણુ આકર્ષક નજરાણુ મળેલ તેમજ બહોળી સંખ્યામા શહેરીજનો આ મ્યુઝીકલ ફાઉન્ટેનની સુવિધાનો લાભ લીધેલ પરંતુ કોઇ પણ કારણોસર આ મ્યુઝીકલ ફાઉન્ટેન ત્યારબાદ શરુ કરવામાં આવેલ નથી જે તે વખતે મ્યુઝીકલ ફાઉન્ટેનને લગત તમામ માળખું ઉભુ કરવામા આવેલ જે હાલ હયાત છે. પરંતુ મેઇન્ટેનન્સના અભાવે તેમજ થોડા રીપેરીંગના અભાવે હાલ આ મ્યુઝિકલ ફાઉન્ટેન બંધ છે. શહેરીજનોને નવી સુવિધા મળી રહે તે ધ્યાને લઈ આ મ્યુઝિકલ ફાઉન્ટેન સત્વરે પુનઃ શરૂ કરવો જરૂરી છે. તો આ અંગે સત્વરે મ્યુઝિકલ ફાઉન્ટેનને પુનઃ શરૂ કરવા ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ રજુઆતમાં જણાવેલ છે.
- Advertisement -



