રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર ‘હાઈબ્રીડ ગાંજો’ ઝડપાયો
પુષ્કરધામ રોડ પર જઘૠના દરોડા: ધ્રુવ જોષી અમદાવાદથી માદક પદાર્થ લાવી છૂટકમાં વેંચવા જાય તે પહેલા જ ઝડપી લીધો
- Advertisement -
હાઈબ્રીડ ગાંજાના ગ્રાહકો અને સપ્લાયરના મૂળ સુધી પહોંચવા પોલીસે રિમાન્ડની તજવીજ આદરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટમાં માદક પદાર્થોનું હેરાફેરી ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે મુંબઈના શખ્સને ઝડપી લીધો છે એસઓજીએ પુષ્કરધામ મેઈન રોડ પર દરોડો પાડી અમદાવાદથી માદક પદાર્થ લઈ આવી છૂટકમાં વેંચાણ કરે તે પહેલાં જ શખ્સ પાસેથી 2.42 લાખના ગાંજા સહિત 3.62 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી હાઈબ્રીગ ગાંજો રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત પકડાયો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે જણાવ્યું હતું કે આ હાઈબ્રીડ ગાંજો છૂટકમાં 1 ગ્રામ 3થી 4,000માં વેચાય છે જયારે કિલોની કિંમત 35 લાખ રૂપિયા ગણવામાં આવે છે.
શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પેડલરો ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા આપવામાં આવેલી સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.વી.ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સ્ટાફના એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને બાતમી મળી હતી કે રાજકોટના જે.કે.ચોક, પુષ્કરધામ મેઈન રોડ ઉપર એક શખ્સ હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઉભો છે આ ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમે દરોડો પાડી મૂળ મુંબઈના મીરા રોડ ઉપર સ્પ્રિંગ બિલ્ડિંગનો અને હાલ શીતળ પાર્ક શિવશક્તિ સોસાયટીમાં રહેતા ધ્રુવ સંજય જોષી ઉ.26ને અટકાયતમાં લઇ તેની પાસેથી 2.42 લાખનો માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો 69.380 ગ્રામ મળી આવતા તેના વિરુદ્ધ ડીસીબીમાં ગુનો નોંધાવી હાઈબ્રીડ ગાંજો, બે મોબાઈલ, રોકડ સહીત 3,62,880 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ કરી હતી પોલીસ સમક્ષ તેણે જણાવ્યું હતું કે આ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો અમદાવાદથી લઈને આવ્યો હતો અને તે રાજકોટમાં છૂટકમાં વેચાણ કરવાનો હતો તેના ગ્રાહકો અને સપ્લાયર અંગેની વિગત મેળવવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એસઓજી પીઆઇ એસ એમ જાડેજાએ જણાવ્યું હતું કે હાઈબ્રીડ ગાંજો રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત પકડવામાં આવ્યો છે આ ગાંજો ખુબ મોંઘો છે છૂટકમાં 1 ગ્રામ ગાંજો 3થી 4,000માં વેચાય છે એક કિલોની કિંમત 35 લાખ રૂપિયા જેટલી થાય છે.



