By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 hour ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    3 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    35 minutes ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    37 minutes ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    38 minutes ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    40 minutes ago
    NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી
    50 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
રાષ્ટ્રીય

MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય

Khaskhabar Editor
Last updated: 2026/02/17 at 4:06 PM
Khaskhabar Editor 33 minutes ago
Share
4 Min Read
SHARE

અવિ પ્રસાદની અગાઉની બંને પત્નીઓ કલેક્ટર, હવે ત્રીજી પત્ની ડેપ્યુટી સેક્રેટરી!

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

આઈએએસ ઓફિસર સામાન્ય રીતે તેમની કામગીરી, બદલીઓ અને એવા કોઈ અન્ય કારણસર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના પ્રશાસનિક અધિકારી આઈએએસ અવિ પ્રસાદ હાલ તેમના લગ્નને લઈને ખુબ ચર્ચામાં છે. તેમણે હાલમાં જ ત્રીજીવાર લગ્ન કર્યા છે. તમને એમ થાય કે ત્રીજીવાર લગ્ન થાય એમા શું? ઘણા લોકો કરતા હોય છે. પરંતુ તેમના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેમની અગાઉની બંને પત્નીઓ કલેક્ટર છે એટલે કે આઈએએસ ઓફિસર છે અને ત્રીજી પત્ની પણ આઈએએસ ઓફિસર છે. આઈએએસ ઓફિસર અવિ પ્રસાદ વિશે વાત કરીએ તો તેઓ મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના છે અને 2014ની બેચના આઈએએસ અધિકારી છે. મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં કલેક્ટર તરીકે કામગીરી કરી છે. કલેક્ટર રહેવા દરમિયાન તેમની કામગીરી પણ ખુબ ચર્ચામાં રહી. તેમનો સંવેદનશીલ સ્વભાવ લોકોમાં તેમને પ્રિય બનાવતો હતો. તેમણે કુપોષણ સામે જંગ છેડી હતી. યુપીએસસી પાસ કરતા પહેલા તેઓ આરબીઆઈમાં પણ કામ કરી ચૂક્યા છે. અગાઉ 2013માં તેમની પસંદગી આઈપીએસ (ભારતીય પોલીસ સેવા)માં થઈ હતી પરંતુ તેમણે ફરી પ્રયત્ન કર્યો અને વર્ષ 2014માં યુપીએસસી પરીક્ષામાં 13મો રેંક મેળવીને આઈએએસમાં જગ્યા મેળવી હતી. રાજકારણ અને જાહેર જીવનને તેમણે બાળપણથી જોયા છે. તેમના દાદા ટમ્બેશ્વર પ્રસાદ ઉર્ફે બચ્ચા બાબુ ચૌધરી ચરણ સિંહની સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. અવિ પ્રસાદ મધ્ય પ્રદેશના વહીવટીતંત્રમાં એક ભરોસાપાત્ર અને તેજ અધિકારી ગણાય છે. હાલ તેઓ મધ્ય પ્રદેશ રોજગાર ગેરંટી પરિષદના મુખ્ય કાર્યપાલન અધિકારી (સીઈઓ)ની જવાબદારી સંભાળે છે. આ અગાઉ તેઓ અનેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયત સીઈઓ અને કલેક્ટર રહી ચૂક્યા છે. અવિ પ્રસાદે આંગણવાડી નેટવર્કની સમીક્ષા, સ્વાસ્થ્ય વિભાગના સમન્વય અને ગ્રાઉન્ડ સ્તરે નિગરાણીને મજબૂત કરવા જેવા પગલાં ભર્યા. તેમના આ અભિયાનને રાજ્ય સ્તરે બિરદાવવામાં આવ્યા. તેમના સમર્થકો કહે છે કે તેઓ નિર્ણય લેવામાં વિલંબ કરતા નથી અને ફિલ્ડ વિઝિટને પ્રાથમિકતા આપે છે. ત્રીજા લગ્ન અંગે હજુ અવિ પ્રસાદ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.

પ્રથમ લગ્ન વિશે..

દિલ્હીમાં સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે અવિની મુલાકાત રિજૂ બાફના સાથે થઈ હતી. બંને વચ્ચે નીકટતા વધી અને પછી તે લગ્નમાં ફેરવાઈ. રિજૂ બાફના હાલ મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર છે અને રાજ્યના એક સક્ષમ અનેક કડક વહીવટી અધિકારી તરીકે તેમની ગણતરી થાય છે. જોકે આ સંબંધ બહુ લાંબો ચાલ્યો નહીં. થોડા વર્ષો બાદ પરસ્પર સંમતિથી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો અને છૂટાછેડા થઈ ગયા.

- Advertisement -

બીજા લગ્ન વિશે..

બીજા લગ્ન અવિ પ્રસાદે આંધ્ર પ્રદેશની 2016 બેચના આઈએએસ અધિકારી મિશા સિંહ સાથે કર્યા હતા. લગ્ન બાદ મિશા સિંહે મધ્ય પ્રદેશ કેડર લીધી હતી. હાલમાં તેઓ રતલામના કલેક્ટર છે. 2025માં તેમણે આ જિલ્લાનો કાર્યભાર સંભાળ્યો હતો. જોકે અવિ પ્રસાદ અને મિશા સિંહનો પણ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં. લગભગ 4 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો.

ત્રીજા લગ્ન વિશે..

અવિ પ્રસાદે 2017 બેચની આઈએએસ અધિકારી અંકિતા ધાકરે સાથે લગ્ન કર્યા. અંકિતા હાલ રાજ્ય મંત્રાલયમાં ડિપ્યુટી સેક્રેટરીના પદે કામ કરે છે. મળતી માહિતી મુજબ 11 ફેબ્રુઆરીએ બંનેએ કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સાદગીથી લગ્ન કર્યા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચામાં આવ્યા. કેટલાક લોકોએ તેને અંગત નિર્ણય ગણાવ્યો અને પ્રાઈવસીના સન્માનની વાત કરી. જ્યારે કેટલાક ત્રીજા લગ્ન પર સવાલ ઉઠાવવા લાગ્યા.અંકિતા વિશે વાત કરીએ તો અંકિતા ધાકરે અશોકનગરની રહીશ છે. કૂનો રિસોર્ટમાં થયેલા લગ્નમાં ખુબ જ નજીકના લોકો સામેલ થયા હતા. અંકિતાના પિતા રવિન્દ્ર સિંહ ધાકરે રિટાયર્ડ ફૂડ ઓફિસર છે. અવિ પ્રસાદના અગાઉ બેવાર લગ્ન થઈ ચૂક્યા છે તથા તેમની પૂર્વ પત્નીઓ વિશે પણ જાણવા જેવું છે.

You Might Also Like

કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો

મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત

પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ

NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
Next Article નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?