ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી ભુજ તા. 21-3-2025થી ટ્રેન શરૂ થવાની છે. આ ટ્રેન માટે સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાએ દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને ધારદાર લેખિત રજૂઆત કરેલી. આ ઉપરાંત ગયા વર્ષે અને તા. 17-2-2025ના રોજ રાજકોટ ખાતે સંસદસભ્યોની રજૂઆત બાબતે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઈથી અશોક મિશ્ર સાથે પણ મીટીંગમાં આ ટ્રેન સત્વરે ચાલુ કરાવવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત હજુ બીજી 17 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની પણ રજૂઆત કરી છે. આ ટ્રેનો ચાલુ કરવા માટે રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ દ્વારા હકારાત્મક વલણ દાખવેલ, અને ભારપૂર્વક કરેલી રજૂઆતોનો સારો પડઘો પડ્યો છે. આમ સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયાની રાજકોટ-ભુજ ટ્રેન ચાલુ કરવા માટેની કરેલી મહેનત લેખે લાગી અને આ ટ્રેન કરવા ચાલુ કરવા બદલ જાહેરજનતા તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
રાજકોટ-ભુજ ટ્રેન શરૂ કરવા માટે સંસદસભ્ય રામભાઈ મોકરીયાની રજૂઆતને સફળતા
