ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની ભાગોળે આવેલા એક એકમમાં સરકારી અધિકારીએ દરોડો પાડી રૂા. 25000નો તોડ કર્યો હતો. તેની જાણ રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાને થતાં ગણતરીની મિનિટોમાં જ રામભાઈએ અધિકારીનો ઉધડો લઈ તોડની રકમ એકમના માલીકને પરત કરાવી હતી.
- Advertisement -
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિ. રોડ પર આવેલી સરકારી ઓફીસના એક અધિકારીએ રાજકોટની ભાગોળે આવેલા એક એકમમાં ચેકીંગના નામે દરોડો પાડી કહેવાતી ગેરરીતિ સબબ સેટલમેન્ટ કરી અમુક રકમ દંડ તરીકે વસુલી તેની પહોંચ આપેલી હતી, તેમજ સેટલમેન્ટના ભાગરૂપે રૂા. 25000નો તોડ કરેલ હતો. આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ રામભાઈ મોકરીયાનો સંપર્ક કરતાં તેઓએ લાંચ લેનાર અધિકારીને ઠપકો આપતાં ગણતરીની મિનિટોમાં જ લાંચની રકમ રૂા. 25000 એકમના માલીકને પરત કરી હતી જેથી લાંચનો ભોગ બનનાર વ્યક્તિએ રામભાઈનો આભાર માન્યો હતો.
રામભાઈ મોકરીયાએ જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું છે કે જો કોઈ પણ સરકારી અધિકારીઓ આપની સામે નિયમ વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરી કોઈ રકમની માગણી કરે તો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.