ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગઇકાલે સાંજે ઝૂલતો પૂલ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 143ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે અને ફરવા આવેલા લોકો મોતના ખપ્પરમાં હોમાઇ જતા હાહાકાર મચી ગયો છે. મોરબી સહિત આસપાસના વિસ્તારો શોકમાં ગરકાવ થયા છે. ગઇકાલે સાંજે 3 સેક્ધડમાં જ મોરબીનો ઝૂલતો પૂલ તૂટતા મચ્છુનો પટ મરણચીસોથી ગાજી ઉઠયો હતો. એકસાથે અસંખ્યા લોકોના મોતથી હૈયુ હચમચાવી દેતા દ્રશ્યો સર્જાયા હતા અને મૃતકોના પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાયો છે અને સમગ્ર ગુજરાત શોકમાં ડૂબ્યું છે. ‘ઝૂલતો પુલ મોતનો પુલ’ બન્યો છે. સત્તાવાર મૃત્યુઆંક 143 છે. જ્યારે ‘નવભારત ટાઇમ્સ’ના અહેવાલમાં જણાવાયું છે કે, 183 વ્યકિતનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના બેનના જેઠની 4 પરિણીત પુત્રી સહિત 12નો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી છે. જ્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણીના ઍક જ પરિવારના 7ના મોત થતાં હાહાકાર મચી ગયો છે.
મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 500 જેટલા લોકો નદીમા પડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરવામા આવી હતી. આ હોનારતમા સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના યાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આ અગે ગૃહ રાજયમત્રી હર્ષ સઘવીઍ ટ્વીટ કરીને માહિતી આપી છે. મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઉપરાંત તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર : 02822 243300 જારી કરવામાં આવ્યો છે.
- Advertisement -
જવાબદારોને છોડવામાં નહિ આવે: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ત્રણ સેક્ધડ અને મોરબીનો મચ્છુ નદીનો પટ મરણચીસોથી હચમચી ઉઠ્યો: સૈન્યની ત્રણેય પાંખ દ્વારા રાહત-બચાવ કાર્ય: સાંસદ કુંડારિયાની બહેનના કુટુંબના 12 પરિવારજનોના મોત: જાળીયા દેવાણી પંથકના જાડેજા પરિવારના 7ના મોત : ઝૂલતા પુલની દુર્ઘટનામાં 100થી વધુ લોકોને ઇજા: ઝુલતો પુલ બન્યો ‘મોતનો પુલ’: પૈસા કમાવવાની લ્હાયમાં ઝુલતો પુલ વહેલો ખુલ્લો મુકી દેવાયો: સ્ટેબિલિટી રિપોર્ટ વગર પુલમાં લોકોને પ્રવેશ આપી દેવાયો