ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
જયારે પતી પત્ની વચ્ચેની મેટ્રીમોનીયલ તકરાર ચાલતી હોય ત્યારે ઘરેલુ હિંસાના કાયદાની જોગવાય મુજબ જયા સુધી છુટાછેડા ન થાય ત્યા સુધી કુટુંબની પત્ની/પુત્રવધુને પતી/સસરાપક્ષના સભ્યોની મિલકતમાં રહેવા માટેનો અધિકાર હોય અને આવી મિલકત વહેચી નાખે તો પણ રહેવાનો અધિકાર હોવા છતા તેમજ ઘરેલુ હિંસાનો કેસ ચાલતો હોવા છતા સેસન્સ કોર્ટમા પુત્રવધુની તરફેણમા મનાઈ હુકમ મળ્યાની હકીકતો સપ્રેશ કરી લેન્ડગ્રેબીંગનો ગુનો સાસુએ પુત્રવધુ વિરૂદ્ધ દાખલ કરાવતા ધરપકડ થયેલી પુત્રવધુને રેગ્યુલર જામીન પર મુક્ત કરતો હુકમ હાઈકોર્ટ દ્વારા ફરમાવવામા આવ્યો છે.
કેસની હકીકત જોઈએ તો અરજદાર આરોપી પ્રીતીબેન વા/ઓ. પરેશભાઈ પટેલે તેણીના પતી પરેશ પટેલ તથા સાસુ ગુણવતીબેન ચમનલાલ પટેલ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની તથા ભરણપોષણની દાખલ કરેલ મેટરના કામે સમાધાન થતા અરજદાર આરોપી તથા તેના પતીએ સગીર બાળક સાથે ફરીયાદી (સાસુ) ગુણવતીબેન ચમનલાલ પટેલની માલીકીનો ફલેટ નં.સી/103, પહેલો માળ, ઈશાન ફલેટ, અંબીકા ટાઉનશીપ, રાજકોટ વાળા ફલેટમા રહેવા માટે ગયેલ બાદ પતી તેણીના મમ્મીને ત્યા રહેવા જતા રહયા બાદ સગીર બાળક અરજદાર સાથે રહેતા હોય જેનો કબજો ખાલી કરાવે નહી તે માટે અરજદારે ઘરેલુ હિંસાની અપીલ સેસન્સ કોર્ટમા દાખલ કરતા બાળકની કસ્ટડી કે ફલેટનો કબજો દબાણપુર્વક ન પડાવવા મનાઈ હુકમ હોવા છતા તે હકીકતો પતી તથા સાસુએ છુપાવી રાજકોટ કલેકટર સમક્ષ લેન્ડગ્રેબીંગ ની ફરીયાદ આપેલ હતી કાયદાની જોગવાઈ મુજબ પતી પત્નીના કિસ્સામા લેન્ડગ્રેબીંગ થઈ શકે નહી છતા રાજકોટ કલેકટર ધ્વારા ગુનો દાખલ કરવા જણાવતા અરજદારના સાસુએ તેણીની પુત્રવધુ ભાડુ ચુકવતી નથી, પતીને રહેવા દેતી નથી અને ફલેટનો ગેરકાયદેસર કબજો પચાવી પાડેલ અન્વયેની હકીકતો વાળી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ કરાવેલ છે.
અરજદાર આરોપી પ્રીતીબેન વા/ઓ. પરેશભાઈ પટેલે રેગ્યુલર જામીનપર મુક્ત થવા કરેલ જામીન અરજી સેસન્સ કોર્ટે રદ કરતા તે સામે નામદાર હાઈકોર્ટમા રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરી રજુઆત કરેલ કે પક્ષકારો વચ્ચે મેટ્રીમોનીયલ તકરાર ચાલે છે ઘરેલુ હિંસાના કામે ફલેટ તથા બાળકના કબજા સામે અરજદારની તરફેણમા સેસન્સ અદાલતે આપેલ મનાઈ હુકમની હકીકતો છુપાવી લેન્ડ ગેબીગનો ગુનો દાખલ કરાવેલ છે અરજદારના છુટાછેડા થયેલ નથી અરજદાર ” ડોમેસ્ટીક રીલેશનશીપ ” ની વ્યખ્યામા આવતા હોય નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ મહીલાને સાસરાપક્ષના આવાસમા રહેવાનો અધીકાર હોય, સમાધાન થી ફલેટમા રહેવા ગયેલ હોય તેથી ફલેટ પચાવી પાડવાનો પ્રશ્ન રહેતો નથી અને પુત્રવધુને આશરો આપવાનો હોય તેની પાસેથી ભાડુ વસુલવાનુ ન હોય, અરજદારને સાત વર્ષનુ સગીર બાળક હોય નામદાર સુપ્રીમકોર્ટ ના ચુકાદાઓ ઉપર આધાર રાખી અરજદારને જામીન ઉપર મુક્ત કરવા રજુઆત કરવામા આવેલ. બંને પક્ષેના એડવોકેટ ની રજુઆતો, રેકર્ડપરની હકીકતો લક્ષે લેતા અરજદાર ફરીયાદીના પુત્રવધુ છે અરજદાર અને તેના પતી વચ્ચે મેટ્રીમોનીયલ ડીમ્પ્યુટ ચાલુ છે ઘરેલુ હિંસાનો કેસ પણ પતી અને ફરીયાદી સાસુ વિરૂધ્ધ અરજદારે દાખલ કરેલ છે સબંધીત સેસન્સ કોર્ટ ધ્વારા તા.21/03/2024 ના ફોજદારી અપીલ નં. 736/2023 ના કામે વાદગ્રસ્ત ફલેટ અન્વયે અરજદારની તરફેણમા કબજો પ્રોટેકટ કરેલ હોય જે હુકમ સેસન્સ અદાલતે કર્યા બાદ તા.29/07/2024 ના લેન્ડગ્રેબીગ નો ગુનો દાખલ કરાવવામા આવેલ હોય નામદાર સુપ્રીમકોર્ટના સંજય ચંદ્દાના ચુકાદાની હકીકતો લક્ષે લેતા તેમજ કેસની ફેકટ, સંજોગો, પ્રકાર અને અરજદાર સામેના એફ.આઈ.આર. માહેના આક્ષેપો લક્ષે લેતા તપાસ પુર્ણ થઈ ગયેલ હોય ત્યારે અરજદારની તરફેણમા અંતર્ગત સતાનો ઉપયોગ કરવા માટેનો ફીટ કેસ હોવાનુ માની અરજદાર પુત્રવધુને રેગ્યુલર જામીનપર મુક્ત કરતો હુકમ ફરમાવવામા આવેલ.
- Advertisement -
ઉપરોક્ત કામમા આરોપી પ્રીતીબેન પટેલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, જસ્મીન દુધાગ્રા તથા અભય સભાયા તથા હાઈકોર્ટમા પ્રતીકભાઈ જસાણી રોકાયેલા હતા.