થોડા સમય પહેલા, ગુરલેન નામની કંપનીએ 18-કેરેટ સોનાની લિપસ્ટિકનું નિર્માણ કર્યું હતું જેમાં તેમણે માણેક, નીલમ અને લગભગ 200 હીરા (કુલ 2.2 કેરેટનું વજન) ઉમેરવામાં આવ્યા હતા. આશ્ર્ચર્યજનક રીતે તેનું વેચાણ પણ ટપોટપ થઈ ગયું અને એ પણ 62 હજાર ડોલરની કિંમતે ! આગામી દિવસોમાં 14 મિલયન ડોલર, જી હા ! મિલિયનની કિંમતનું મસ્કરા પણ માર્કેટમાં આવનાર છે. આ મસ્કરામાં 1000 સ્વરોસ્કી ડાયમંડ તથા 2500 બ્લુ ડાયમંડ તથા 18 કેરેટની બોટલ હશે. જો કે બંને પ્રોડક્ટ પર કંપનીએ લાઈફટાઈમ ફ્રી ઓફ રિફીલ કરી આપશે.
થિયોડેન્ટ 300 ક્લિનિકલ
સ્ટ્રેન્થ વ્હાઈટિંગ ક્રિસ્ટલ મિન્ટ
સ્ટ્રેન્થ વ્હાઈટિંગ ક્રિસ્ટલ મિન્ટ
100$ કિમત
મોંઘા બ્યુટી પ્રોડક્ટની યાદીમાં પહેલાં નંબર પર છે ટૂથપેસ્ટ જેની કિંમત છે 100 ડોલર. આ કિંમતી પેસ્ટમાં અનેક મિનરલ્સ આપવામાં આવ્યા છે અને રેનોઉ, જે કોકો બીન્સમાં જોવા મળતો ફ્લોરાઈડ જે દાંતના ઈનેમલને મજબૂત બનાવે છે. જેની કિંમત છે 12 ડોલર.
લા પ્રેઇરી સ્કિન કેવિઅર કન્સિલર ફાઉન્ડેશન
215$ કિમત
લા પ્રેઈરીના તમામ ઉત્પાદનોમાં જોવા મળતાં અનોખા તત્વોને લીધે તેનો લક્ઝરી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. આ ફાઉન્ડેશન અને કન્સિલર ડ્યૂઓ તમારી ત્વચાને ડેમેજ થતી અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવવાની સાથે ચહેરા પરની કરચલી દૂર કરે છે. લા પ્રેઈરીમાં કેવિઅરનો ઉપયોગ થાય છે, જે એન્ટી-એજિંગ છે. 215 ડોલરની કિંમતની આ પ્રોડક્ટમાં સ્કિનકેરના લાભો ઉપરાંત મેકઅપના લાભ પણ આપે છે.
- Advertisement -
ગ્યુરલેન ઓર્ચિડ ઇમ્પેરિયલ માસ્ક
385$ કિમત
માસ્ક સામાન્ય રીતે 300 ડોલર સુધીની કિંમતનું હોય છે કારણ કે તેને લગાવ્યા પછી તે ધોઈ નાંખવાનું હોય છે. 20 મિનીટના માસ્કમાં 20 મિનિટમાં કેટલો ફેરફાર થઈ શકે? પણ ગ્યુરલેનની વાત અલગ છે. તેની ગોલ્ડ ઓર્ચિડ ટેકનોલોજી ત્વચાને ઊર્જાવાન બનાવે છે અને તેને હાઈડ્રેટ રાખે છે.
- Advertisement -
લા પ્રેઇરી સેલ્યુલર સીરમ પ્લેટિનમ રેર
805$ કિમત
સીરમ ત્વચા માટે બેસ્ટ છે કારણ કે તેમાં ત્વચાને રિપેર કરવાની ક્ષમતા રહેલી છે. જો કે, પ્લેટિનમના બોક્સ માટે 805 ડોલર ચૂકવશો? કોલોઇડલ પ્લેટિનમ, એક દુર્લભ કિંમતી ધાતુ છે, જે ત્વચાને તાજગીસભર રાખવામાં મદદ કરે છે અને તે ત્વચાને કુદરતી રીતે મોઈશ્ર્ચર કરે છે.
રિવાઈવ પીઉ મેગ્નિફીક યુથ રિક્રુટ ઈન્ટેન્સિવ નેટ એન્ડ ડીકોલેટેજ સિરમ
900$ કિમત
આપણે બધા જાણીએ છીએ કે ગરદન અને ડેકોલેટેજ પરની નાજુક ત્વચા માટે યોગ્ય કાળજી લેવી ખૂબ જરૂરી છે. પીઉ મેગ્નિફિક યુથ રિક્રુટ ઇન્ટેન્સિવ નેક અને ડેકોલેટેજ સીરમ માત્ર ચાર અઠવાડિયામાં શ્રેષ્ઠ પરિણામની ખાતરી આપે છે. પરંતુ તેની કિંમત છે 900 ડોલર. જેમાં તમને 4 નાની બોટલ આપવામાં આવશે. એક બોટલનો દર અઠવાડિયે ઉપયોગ કરી શકાય.
લા પ્રેઇરી સેલ્યુલર ક્રીમ પ્લેટિનમ રેર
732$ કિમત
732 ડોલરનું પ્લેટિનમ યુક્ત આ ક્રીમ વર્ષોથી ટ્રેન્ડમાં છે. તેનું હીરા-આકારનું જાર પણ ખૂબ લોકપ્રિય છે. તેનું વજન પણ આશ્ચર્યજનક રીતે એક પાઉન્ડ કરતાં વધુ છે. તેમાં ડીએનએ-પ્રોટેક્ટિંગ અને સેલ-રિચાર્જિંગ પ્લેટિનમ ઉપરાંત, આ મોઇશ્ચરાઇઝરમાં એન્ટિ-એજિંગ પ્રોપર્ટીઝ અને ક્લાઇમેટ-એક્ટિવેટેડ હાઇડ્રેશન અને મોશ્ચુરાઈઝરયુક્ત “સ્માર્ટ ક્રિસ્ટલ્સ” શામેલ છે.
ઓરોગોલ્ડ 24ઊં નેનો નાઇટ રિકવરી
1200$ કિમત
તેમાં 24-કેરેટ સોનું અને એસેન્શ્યલ ઓઈલનો સમાવેશ થાય છે, જે ત્વચાને પોષક તત્વો અને હાઇડ્રેશન પૂરા પાડે છે. નેનો-ગોલ્ડ તમારી ત્વચાના ઉંડાણ સુધી અસર કરે છે, જે ચહેરા પરની ચમક, ટાઈટ સ્કિનને જાળવી રાખવામાં મદદ કરે છે. 1.7 આઉન્સની કિંમત 1200 ડોલર રાખવામાં આવી છે. જે માત્ર એક સપ્તાહની જ ટ્રીટમેન્ટ પૂરી પાડે છે.
ક્લાઇવ ક્રિશ્ચિયન બેઇઝ રોઝ આઇકોનિક એલિક્સિર
2500$ કિમત
ક્લાઇવ ક્રિશ્ચિયન (અગાઉ ક્રાઉન પરફ્યુમરી), સૌથી જૂના બ્રિટિશ અત્તરમાંનું એક છે, શુદ્ધ અત્તર બનાવવા માટે તેમાં કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. વજનદાર ક્રિસ્ટલ બોટલ જોવા લાયક છે. આ સુગંધિત પર્ફ્યુમની કિંમત 2500 ડોલરની છે.
ગ્યુરલેન ઓર્ચિડ ઇમ્પેરિયાલ ક્યોર ફેસ ટ્રીટમેન્ટ
3100$ કિમત
ગ્યુરલેન તમને 28 જ દિવસમાં તમારી ત્વચાને તેજસ્વી બનાવે છે. આ પ્રોડક્ટમાં ચાર બોટલ આપવામાં આવે છે, જે ત્વચાની દરેક સમસ્યાને દૂર કરે છે. એક અને બે અઠવાડિયા તે તમારી ત્વચાની રિજનરેટ અને સક્રિય કરવા કરે છે અને ત્રણ- ચાર અઠવાડિયામાં ઇમ્પિરિયલ ઓર્ચિડ મોલેક્યુલર અર્કને વધુ સારી રીતે શોષે છે. અંતે, બાયોએનર્જેટિક ઇનોવેશન તમને વધુ તેજસ્વી ત્વચા આપે છે, તો કરચલીઓ પણ દૂર કરે છે. આ ટ્રીટમેન્ટ બે વર્ષની હોય છે, એટ વર્ષની ટ્રીટમેન્ટ 3100 ડોલર આંકવામાં આવે છે.
જીન પટોઉ જોય પ્યોર પર્ફ્યુમ
600$ કિમત
આ પરફ્યુમ જે ફૂલો વડે બનાવવામાં આવે છે તે વર્ષમાં માત્ર બે અઠવાડિયા જ ઉગે છે. તે બે અઠવાડિયા દરમિયાન, જીન પટોઉના ખેતરમાંથી ફૂલોની લરણી કરવામાં આવે છે અને જોય બેકારેટ પ્યોર પર્ફયુમની દરેક બોટલમાં 10,600 કરતાં વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કુદરતી સુંદરતા ધરાવતા પર્ફ્યુમની કિંમત 600 ડોલર છે.