હાલ ગુજરાતમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે ભેજયુકત અને વાદળછાયા વાતાવરણમાં આંખ આવવાના કે આંખ ઉઠવાના રોગથી જાણીતા આંખના ચેપી રોગ કન્જેકિટવાઈટીસનાં વાયરા સુધી ગયા છે.10 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં રાજયમાં આ રોગના 90 હજારથી વધુ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતોમાં આવી ગયો છે અને આઈડ્રોપ્સ ખૂટી પડતા વધુ 50 હજાર આઈડ્રોપ્સની માંગણી રાજય સરકાર પાસે કરાઈ છે.
આ અંગે રાજયનાં આરોગ્ય વિભાગ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર છેલ્લા 15 દિવસ દરમ્યાન રાજયમાં કન્ઝકિટવાઈટીસનાં 90 હજાર જેટલા કેસો સામે આવી ચુકયા છે. જે પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે.અમદાવાદમાં દૈનિક 1800 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે.
- Advertisement -
જયારે અઠવાડીયામાં 35 હજારથી વધુ કેસ સામે આવી ચૂકયા છે. આવી જ રીતે વડોદરામાં વીતેલા 24 કલાકમાં 800 થી વધુ કેસ આવી ગયા છે.આવી જ રીતે વડોદરામાં વિતેલા 24 કલાકમાં 800 થી વધુ કેસો નોંધાયા છે.જયારે જામનગરમાં એક મહિનામાં 2500 થી વધુ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કન્ઝેકિટવાઈટીસનાં કેસોમાં થઈ રહેલા ઉછાળાને જોતા આંખો આવી હોય તેવા દર્દીઓને અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં વિના મુલ્યે આઈડ્રોપ્સ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકોને આંખના ટીપા આપવામાં આવી ચૂકયા છે. જયારે રાજય સરકાર સમક્ષ વધુ 50 હજાર આઈડ્રોપ્સ માંગવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે આંખમાં લાલાશ દેખાઈ, દુ:ખાવો થાય અને વારંવાર ચીપડા વળે, તો આવી સ્થિતિમાં તાત્કાલીક તબીબી સારવાર લેવી હિતાવહ છે. કન્ઝકિટવાઈટીસ ચેપી પ્રકારનો રોગ હોવાથી ચેપગ્રસ્ત લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવુ જોઈએ તેમજ સાબુથી સતત હાથ ધોતા રહેવુ જોઈએ.આ રોગના મોટાભાગનાં દર્દીઓ 3-4 દિવસમાં સાજા થઈ જાય છે.



