તુર્કી અને સીરિયામાં ભૂકંપની દુર્ઘટનાથી 8,000 લોકોની મૃત્યુ થઇ ગઇ. લગભગ 35,000થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યમાં લોકો કાટમાળની નીચે ફસાયેલા છે. કાટમાળની નીચે જીવિત હોવાની આંશકાને જોતા રાહત-બચાવની કામગીરી ઘણી જાળવીને કરવામાં આવી રહી છે. જે જીવિત છે, તે કાટમાળના ઢગલામાં પોતાના કુટુંબીજનોને શોધી રહ્યા છે. દિવસ-રાત કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, કાટમાળની અંદરથી જીવિત લોકો બચાવની બુમો પાડી રહ્યા છે, પરંતુ મદદ પહોંચી શકી નથી.
આંકડાઓ અનુસાર, તુર્કી અને સીરિયામાં કાટમાળની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂના કામમાં લગભગ 1 લાખ લોકો જોડાયેલા છે, જેમાં અલગ-અળગ દેશોની ટ્રેંડ ટીમ પણ સામેલ છે. ભારત સરકારએ પણ રેસ્કયૂ માટે NDRFની ટીમ મોકલી છે. આવી જ રીતે અમેરિકા, ચીન સહિત કેટલાય દેશોએ મદદ પહોંચાડી છે. જોકે, આ કારણે રેસ્કયૂ ટીમ ઓછી પડી રહી છે. પરિસ્થિતિ સતત ખરાબ છે, કાટમાળની અંદર જીવિત લોકો બુમો પાડી રહ્યા છે.
- Advertisement -

ઠંડીથી લોકો થથરી રહ્યા છે, બાળકોની હાલત ખરાબ
ભૂકંપના હજારોની સંખ્યામાં ઘરોને કાટમાળમાં ફેરવી દીધા છે. જેમાં લાખો લોકો બેઘર થયા છે. આ દરમ્યાન તુર્કી અને સીરિયામાં ઠંડીથી લોકો થથરી રહ્યા છે. ઠંડીના કારણે સૌથી વધારે બાળકોની પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે.
સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન અને ખાડીના રાજ્યો સહત ડઝનેક દેશોએ તુર્કી અને સીરિયાને મદદ કરવાનું વચન આપ્યું છે. આ દેશોમાં દળોની સાથે રાહત સામગ્રી હવાઇ માર્ગ પહોંચાડી રહ્યા છે. ફરી પણ કેટલાક સર્વધિક પ્રભાવિત ક્ષેત્રોના લોકોએ કહ્યું કે, તેમને તેમની પરિસ્થિતિ પર છોડવામાં આવે.

- Advertisement -
23 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા
તાજેતરના આંકડાઓ અનુસાર, તુર્કીમાં 6,500 લોકો મરી ગયા છે, અને સીરિયામાં ઓછામાં ઓછઆ 1,500 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. કુલ મળીને અત્યાર સુધીમાં 8,000 લોકોની મૃત્યુ થઇ છે. એવી આશંકા છે કે, મરનારની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ છે. WHOએ એક દિવસ પહેલા અનુમાન લગાવ્યુ હતું કે, મૃતકોની સંખ્યા 8 ગણી થઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચેતવણી આપી કે, મોટા પાયા પર ભૂકંપથી 23 કરોડથી વધુ લોકો પ્રભાવિત થઇ શકે છે.