આગામી દિવસોમાં હાટ બજાર અને ભવ્ય ફૂડ કોર્ટ બની રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઉપરકોટ કિલ્લો એક મહિના પેહલા મુખ્યમંત્રી હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં 75,000 થી વધુ પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી અને 3,000 થી વધુ પ્રવાસીઓએ મહાબત ખાન મકબરાની મુલાકાત લીધી. જૂનાગઢવાસીઓ અને શાળાના બાળકો માટે 50% ડિસ્કાઉન્ટની ઓફર લોકપ્રિય બની રહી છે.
ઉપરકોટ કિલ્લા ખાતે એક મહિનામાં 24 શાળાઓના 2200 થી વધુ બાળકોને તેમના પિકનિક દિવસનો આનંદ માણીને અભિભૂત થયા હતા તેમ કિલ્લાના રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું. જયારે કિલ્લામાં હજુ આગામી દિવસોમાં પ્રવાસીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે હાટ બજાર (હાથવણાટ અને હસ્તકલા) પૂર્ણ થવાના આરે છે.તથા એક ભવ્ય ફૂડ કોર્ટ બનાવવામાં આવી રહી છે જે લોકપ્રિય બ્રાન્ડની વિવિધ વાનગીઓ પીરસશે તેની સાથે સલામતીનું મુખ્ય ધ્યાન હોવાથી, અગ્નિશામક ઉપકરણોને ઠેર ઠેર સ્થાપિત કરવામાં આવ્યા છે અને સમગ્ર કિલ્લામાં 30 થી વધુ જુદા જુદા પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ છે. અસરકારક વ્યવસ્થાપન માટે પ્રવેશ દ્વાર પર રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.