બચાવ કામગીરી દરમિયાન હુમલાનો સામનો કરવો પડ્યો, ઈજાગ્રસ્ત 4 પાડાના મૃત્યુ; તમામ પાડાને રાજકોટ પાંજરાપોળ ખાતે ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગૌરક્ષકો દ્વારા કચ્છ તરફથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 70થી વધુ પાડાનો બચાવ કરવામાં આવ્યો છે. આ પાડાઓને કોઈપણ જાતની સુરક્ષા વગર ભરવામાં આવ્યા હતા.ગૌરક્ષકોને આ અંગેની માહિતી મળતાં, તેમણે પાડાઓને બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. બચાવ કામગીરી દરમિયાન ગૌરક્ષકો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે હાર માન્યા વિના તમામ પાડાને મુક્ત કરાવ્યા હતા. આ બચાવ કરાયેલા પાડાઓમાંથી, 4 જેટલા પાડાનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય તમામ પાડાઓને રાજકોટ પાંજરાપોળ ગૌશાળા ખાતે ખસેડીને તેમની દેખરેખ અને સારવાર કરવામાં આવી રહી છે. ગૌરક્ષકોની આ જહેમતને કારણે 70થી વધુ નિર્દોષ પશુઓનો જીવ બચી શક્યો છે.