ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 28 એપ્રિલ થી 10 મે 2025 દરમિયાન બે સમર સાયન્સ કેમ્પ સાથે વૈજ્ઞાનિક જાગૃતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો, સૂર્ય દર્શન, એસ્ટ્રોનોમી, હ્યુમન એનાટોમી, પ્રકાશીય ઉપકરણો જેવા વિષયો પર વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, વકૃત્ત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનો સમાવેશ થાય છે તથા વિશેષ રૂપે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટકાર્ડ લેખન કાર્યક્રમ અને રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, અરવલ્લી, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહિતના 13 જિલ્લાઓમાંથી 6000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની વૈજ્ઞાનિક અનુભવો પ્રાપ્ત કર્યા હતા.



