ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત અંદાજે રૂ.4.5 કરોડથી વધુની કિંમતની ગૌચરની જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા અપાયેલી માહિતી મુજબ, આ કાર્યવાહી તા. 9/8/2023, તા. 25/6/2024, અને તા. 28/7/2025 એમ ત્રણ તબક્કામાં હાથ ધરાઈ હતી.
ઝુંબેશ દરમિયાન, કુલ 12 ગૌચર સર્વે નંબરો પૈકી 309-77-26 આર.ચો.મી. જમીનની માપણી કરાઈ અને 164-60-94 આર.ચો.મી. જમીન પરના 60 થી વધુ દબાણો દૂર કરાયા. મોટાભાગના ચોમાસાના સીઝનલ દબાણો હતા, જેમાં પથ્થર, વાડ, તાર-ફેનિ્ંસગ અને ઝાંપાનો સમાવેશ થતો હતો. આંબાના વૃક્ષો પંચાયત હસ્તક લેવાયા છે. હાલ રે.સ.નં.257ની બાકી 136 હેક્ટર જમીનની માપણી ચાલુ છે. કાલસારીમાં 294-16-47 આર.ચો.મી.થી વધુ ગૌચર ખુલ્લું છે, જે ગામના 1600 પશુઓ માટે પૂરતું છે. તંત્ર દ્વારા જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે.